Wednesday, November 15, 2017

સાવજોના મોતની વારંવાર બનતી ઘટના બાદ વનતંત્રની બેકાળજી

Bhaskar News, Amreli | Last Modified - Nov 05, 2017, 02:46 AM IST
અમરેલી જીલ્લાનો મોટાભાગનો વિસ્તાર સાવજોએ સર કરી લીધો છે
સાવજોના મોતની વારંવાર બનતી ઘટના બાદ વનતંત્રની બેકાળજી

સાવજોના મોતની વારંવાર બનતી ઘટના બાદ વનતંત્રની બેકાળજી
અમરેલી: જંગલના સાવજો રેવન્યુ વિસ્તારમાં વિહાર કરતા હોય તો સ્વાભાવિક રીતે જ અવાર નવાર રસ્તા પર પણ આવી ચડવાના. અમરેલી જીલ્લાનો મોટાભાગનો વિસ્તાર સાવજોએ સર કરી લીધો છે. ત્યારે આ સાવજો જોખમી રીતે વાહનોની ભારે અવર જવરવાળા હાઇ-વે પર પણ આવી ચડે છે. અવાર નવાર સાવજો વાહન હડફેટે ચડી મોતને ભેટી રહ્યા છે ત્યારે સાવજોની રક્ષા માટે વનતંત્રએ નક્કર પગલા લેવાનો સમય પાકી ગયો છે.
ગઇકાલે એક સાથે 11 સાવજોનું ટોળુ રાજુલાના ઝોલાપર નજીક પુલ પર આવી ચડ્યુ હતું. આવા દ્રશ્યો અવાર નવાર સર્જાઇ રહ્યા છે. બલ્કે દરરોજ દિવસમાં અનેક વખત આવુ બને છે. તેનાથી સૌથી મોટુ જોખમ સાવજોને જ છે. પીપાવાવ પોર્ટ ધમધમતુ થયા બાદ રોજ હજારો ભારે વાહનોની અવર જવર થાય છે અને આ વિસ્તારના રસ્તાઓ પર સાવજો સૌથી વધુ નજરે પડે છે. જેને લીધે અકસ્માતની પણ અહિં વધુ સંભાવના રહે છે. ભુતકાળમાં પીપાવાવ ફોર-વે પર વાહન હડફેટે સાવજોના મોત થઇ ચુક્યા છે.
રસ્તા પર આવી જતા સાવજો અહિં વારંવાર વાહન વ્યવહાર થંભાવી દે છે. વાહન ચાલકો ફોટોગ્રાફી પણ કરે છે અને કાંકરીચાળો પણ કરે છે. દુર્ભાગ્યે વનતંત્ર આવા સમયે ક્યાંય નજરે પડતુ નથી. અકસ્માતમાં સિંહોના મોતની ઘટના બાદ પણ વનતંત્ર દ્વારા રસ્તા પર સતત પેટ્રોલીંગ કરાતુ નથી. લોકો દ્વારા જાણ કરાઇ તો પણ વનકર્મીઓ ડોંકાતા નથી. આવનારા સમયમાં પણ સાવજોની સંખ્યા વધવાની અને સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે.
રેલ લાઇન વારંવાર સાવજોનો ભોગ લે છે

પીપાવાવ-સુરેન્દ્રનગર રેલ લાઇન સાવજો માટે કાળમુખી બની છે. ભેરાઇ નજીક બે ગર્ભવતી સિંહણ માલગાડી હડફેટે કપાતા તેના ત્રણ બચ્ચા પણ મોતને ભેટ્યા હતાં. સાવરકુંડલા નજીક ટ્રેઇન હડફેટે સિંહબાળનું મોત થયુ હતું. તો ઉચૈયા નજીક અને તાજેતરમાં વડલી નજીક પણ ટ્રેઇન હડફેટે સાવજના મોતની ઘટના બની ચુકી છે.
વનતંત્ર દ્વારા પગલાં જરૂરી : આતાભાઇ

અહિંના સિંહપ્રેમી આતાભાઇ વાઘે જણાવ્યુ હતું કે રેલવે ટ્રેક તથા રસ્તા પર સાવજોના મોતની ઘટનાઓ અટકાવવા વિશેષ પગલા જરૂરી બન્યા છે. અગાઉ રેલવેએ કરેલી તમામ જાહેરાતોનો કડક અમલ થવો જોઇએ. યોગ્ય પેટ્રોલીંગ નહી કરનારા સામે યોગ્ય પગલા લેવાવા જોઇએ.

No comments: