DivyaBhaskar News Network | Last Modified - Nov 01, 2017, 02:30 AM IST
આતશબાજી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે 5 દિવસીય મેળાનો પ્રારંભ
સોમનાથસાનિધ્યમાં દરવર્ષે કાર્તિકી પૂર્ણિમાના 5...

સોમનાથસાનિધ્યમાં દરવર્ષે કાર્તિકી પૂર્ણિમાના 5 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમનો મંગળવારે આતશબાજી અને વૈદીક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયો હતો અને જૂનાગઢની પરિક્રમા પૂર્ણ થયા બાદ ભાવિકો મેળો કરવા માટે સોમનાથ પહોંચી ગયા છે. લોકોને કોઇ મુશ્કેલી પડે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. મેળામાં ઉભા કરાયેલા સ્ટોલમાં ઐતિહાસીક મંદિરોના ચિત્રો પણ પ્રદર્શન અર્થે મુકવામાં આવ્યા છે તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 35 ફૂટ ઉચું અને 25 ફૂટ પહોળું શિવલીંગ બનાવાયું છે તેમજ ગાયમાતાનું મહત્વ દર્શાવતી પ્રતિકૃતિઓ રજૂ કરાઇ છે. જયારે મેળામાં 100 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી 45 ખાણીપીણીના તેમજ 22 રમતગમ્મત ના સ્ટોલોનો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment