Wednesday, November 15, 2017

લાઠી તાલુકાનાં નાના રાજકોટ ગામમાં સગીરે બેધ્યાનપણે વાડીનાં પાણીનાં ધોરીયામાંથી ઝેરી દવા વાળુ પાણી પી લેતા તબીયત લથડી

DivyaBhaskar News Network | Last Modified - Nov 10, 2017, 04:40 AM IST

ચલાલાનાયુવકે પાણી પીવાના બદલે ભૂલથી એસીડી પી લેતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યારે લાઠીના...
લાઠી તાલુકાનાં નાના રાજકોટ ગામમાં સગીરે બેધ્યાનપણે વાડીનાં પાણીનાં ધોરીયામાંથી ઝેરી દવા વાળુ પાણી પી લેતા તબીયત લથડી
ચલાલાનાયુવકે પાણી પીવાના બદલે ભૂલથી એસીડી પી લેતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યારે લાઠીના નાના રાજકોટમાં એક સગીરે ઝેરી દવાવાળુ પાણી પી લેતા ઝેરી અસર થતાં તેને પણ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામા આવ્યો હતો. બારામાં આગળની કાર્યવાહી પોલીસે હાથધરી હતી.

ચલાલામાં રહેતાં રામભાઇ પ્રતાપભાઈ વાળા નામના યુવકે બે દિવસ પહેલા પોતાના ઘરે પાણી પીવાના બદલે ભૂલથી એસિડ પી લીધુ હતુ.આ બાદ યુવકને સારવાર માટે પ્રથમ ચલાલા દવાખાને ખસેડવામાં આવ્યો હતો. તેમજ વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો છે. જ્યા યુવકની સારવાર ચાલી રહી છે. બારામાં આગળની કાર્યવાહી પોલીસે હાથધરી હતી.

જ્યારે લાઠી તાલુકાના નાના રાજકોટમાં રહેતા વનરાજભાઈ ભૂરાભાઈ કનાલા નામના સગીરે વાડીમાં ચાલતા પાણીના ધોરિયામા પાણી પી લીધુ હતુ. પાણી ઝેરી હોવાથી સગીરાને અસર થતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

No comments: