Monday, November 13, 2017

સિંહ-સિંહણ પાછળ બાઇક દોડાવતો વિડીયો વાયરલ, વન વિભાગે તપાસ હાથ ધરી

Sarman Ram, Junagadh | Last Modified - Nov 09, 2017, 02:03 AM IST
વન વિભાગનાં ધ્યાને આવતાં વન વિભાગે જુદી-જુદી ચાર ટીમ બનાવી તપાસ શરૂ કરી દીધી છે
+2 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી સહિતનાં જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે સિંહ અને સિંહણ પાછળ બાઇક દોડાવવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આ ઘટના વન વિભાગનાં ધ્યાને આવતાં વન વિભાગે જુદી-જુદી ચાર ટીમ બનાવી તપાસ શરૂ કરી દીધી છે.

વન વિભાગે જુદી-જુદી ચાર ટીમ બનાવી તપાસ હાથ ધરી

વન્ય પ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે રેવન્યુ વિસ્તારની આસપાસ સિંહ દર્શન બેરોકટોક ચાલી રહ્યા છે. અમરેલી અભયારણ્ય વિસ્તારમાં પણ ગે.કા. સિંહ દર્શન થતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હાલ સિંહ અને સિંહણ પાછળ બાઇક દોડાવવામાં આવી રહ્યાનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા વન વિભાગની ઉંઘ ઉડી ગઇ છે. અને અચાનક જાગેલું તંત્ર કામે લાગી ગયું છે. આ વિડીયો ક્યા વિસ્તારનો છે એ અંગે વન વિભાગે હાલ તો મૌન સેવી લીધું છે. પરંતુ સિંહ પાછળ બાઇક દોડાવનાર શખ્સોને પકડી લેવા વન વિભાગે જુદી-જુદી ચાર ટીમો બનાવી હોવાનું વન વિભાગનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમરેલી, તાલાલા, ભાવનગરનાં જંગલ વિસ્તારનો વિડીયો હોવાની ઉઠી ચર્ચા

વાયરલ થયેલો વિડીયો અમરેલી, તાલાલા અથવા ભાવનગર વિસ્તારનો હોવાની ચર્ચા હાલ વન વિભાગમાં ચાલી રહી છે. પરંતુ લોકેશન અંગે વન વિભાગે હાલ મૌન સેવી લીધું છે.

લોકેટ થયા છે: સીસીએફ

આ અંગે સીસીએફ એ. પી. સિંઘે જણાવ્યું હતું કે, આરોપીઓ હાલ લોકેટ થયા છે. કાલ સુધીમાં આ શખ્સો પકડાઇ જાય એવી શક્યતા છે. હાલ વન વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે.

No comments: