Monday, November 13, 2017

કેસર કેરી એટલે સાલેભાઈની આંબડી

DivyaBhaskar News Network | Last Modified - Nov 06, 2017, 03:15 AM IST
કેસર કેરીનું અસલ નામ સાલેભાઈની આંબડી છે. જુનાગઢના નવાબના સાળાના માંગરોળની આંબાવાડીમાંથી પસંદ પામેલી જાતની...
કેસર કેરી એટલે સાલેભાઈની આંબડી
કેસર કેરીનું અસલ નામ સાલેભાઈની આંબડી છે. જુનાગઢના નવાબના સાળાના માંગરોળની આંબાવાડીમાંથી પસંદ પામેલી જાતની કેરીના માવાનો રંગ કેસર જેવો હોવાના કારણે કેસરના નામે કેરી પ્રખ્યાત થઈ છે. મૂળ સૌરાષ્ટ્રની કેસર કેરી હવે વાવેતર માટે ઘણાં અન્ય રાજ્યોમાં પણ પહોંચી ગઈ છે. તેમજ ખાવામાં દુનિયાના નકશામાં સ્થાન લઈ લીધું છે. તેનું વૃક્ષ મધ્યમ કદનું, જુસ્સાદાર, આછા લીલા ચમકદાર પાન ધરાવતું હોવાથી અન્ય જાતોથી તેને જુદી પાડી શકાય છે. સામાન્ય સંજોગોમાં નિયમિત ફળે છે. ફળો લંબગોળ અને 250 ગ્રામથી 300 ગ્રામ સુધીના વજનમાં રહે છે. તેને રસ કાઢીને તથા કાપીને ખાઈ શકાય છે. હવે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસર કેરી હાફુસનું સ્થાન ળઈ રહી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં પરિપક્વ થાય છે એટલે મધ્યમ જાત છે. કેરીના વિકાસ અને નિકાસ માટે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કેસર કેરી ઉગાડતા જુનાગઢ જિલ્લાને કેસર કેરી માટે વિશેષ પ્રાધાન્ય આપી એક્સપોર્ટ ઝોન તરીકે જાહેર કરવો જોઇએ. કેસર કેરીનું અસલ નામ સાલેભાઈની આંબડી છે. જુનાગઢના નવાબના સાળાના માંગરોળની આંબાવાડીમાંથી પસંદ પામેલી જાતની...

No comments: