Monday, November 13, 2017

જંગલમાં ટેરીટરી બદલે એટલે સિંહનો ખોરાક પણ બદલી જાય


DivyaBhaskar News Network | Last Modified - Nov 13, 2017, 05:05 AM IST
ગિરનારનુંજંગલ વિસ્તાર આશરે 181 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. જેમાં આશરે 40થી વધુ સિંહોનો વસવાટ છે. સિંહો અલગ-અલગ...
જંગલમાં ટેરીટરી બદલે એટલે સિંહનો ખોરાક પણ બદલી જાય
ગિરનારનુંજંગલ વિસ્તાર આશરે 181 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. જેમાં આશરે 40થી વધુ સિંહોનો વસવાટ છે. સિંહો અલગ-અલગ ગૃપોમાં વહેંચાયેલા છે. જોકે, દરેકની ટેરીટરી અલગ હોવાથી તેઓનો ખોરાક પણ ટેરીટરી પ્રમાણે થોડો જુદો છે. સિંહ-દિપડા જેવા વન્યપ્રાણીઓ ઘણું ખરું જંગલમાં સાબર સ્પોટેડ ડિયર એટલે કે ટપકાંવાળા હરણ, રોઝ, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનો શિકાર કરી તેનું મારણ કરે છે. હવે સાબર પહાડી વિસ્તારનું તૃણાહારી પ્રાણી છે. રોઝ મેદાની અને રેવન્યુ પ્રદેશમાં રહે છે. જ્યારે સ્પોટેડ ડિયર મેદાની પ્રદેશમાં વધુ જોવા મળે છે. હાલ ગિરનારનાં જંગલમાં સિંહોની 5 ટેરીટરી છે. તમામ ટેરીટરીનાં વિસ્તારો જુદા જુદા પ્રકારનાં છે. આથી સ્વાભાવિકપણેજ જેતે ટેરીટરીમાં સિંહને પ્રમાણેનો ખોરાક મળે છે. બીજા ખોરાકની ઇચ્છા હોય તો પણ ત્યાં જઇ શકતો નથી. કારણકે, ત્યાં પાછા બીજા સિંહનું રાજ હોય છે. સિંહ સાથે વળી તેને ઇન્ફાઇટ કરવી પડે. જેમાં બેમાંથી એકનું મોત નક્કીજ હોય. જેમકે, પહાડી વિસ્તારમાં જે સિંહ વસવાટ કરતો હોય તેને મારણ તરીકે સાબરથીજ કામ ચલાવવું પડે. તેને સ્પોટેડ ડિયર કે માલઢોર ભોજન તરીકે મળતા નથી. રીતે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને માલઢોરથી ચલાવવું પડે. ત્યાં તેને રોઝ જેવા પ્રાણીઓ ભોજન તરીકે મળી શકતા નથી. આમ ગીરનારના જંગલમાં સિંહોનો ખોરાક તેની ટેરીટરી પ્રમાણે બદલે છે.

સાસણ ખાતે ફરજ બજાવી ગયેલા ડીએફઓ ડો. સંદિપકુમાર કહે છે, ગિરમાં 45 ટકા સિંહો ઉનાળામાં ચિત્તલનું મારણ કરે અને શિયાળામાં સાબરનો શિકાર વધુ કરે. અને 12 થી 15 ટકા સાબરનો શિકાર કરે છે. ગિરની બહાર અમરેલી-ભાવનગરમાં 60 ટકા સિંહો રોઝાડાંનો શિકાર કરે છે.

રણશીવાવ : મેદાની અને રેવન્યુ. અહીં તેને માલઢોર આસાનીથી મળે છે.

લામ્બડીધાર : બહુ ઉંચાઇ પર નથી એવો પહાડી વિસ્તાર : અહીં તેને રોઝ મળે.

ડેડકીવાવ : ગીચ જંગલ. અહીં તેને રોઝ મળે.

બાવળકાંટ : બોરદેવીની સામેનો પહાડી વિસ્તાર. અહીં તેને રોઝ-જંગલી ભૂંડ મળે.

હસ્નાપુર : મેદાની અને ઘાંસીયો વિસ્તાર. અહીં તેને સ્પોટેડ ડિયર મળે.

શિયાળામાં સિંહ-દિપડાનો ખોરાક વધી જાય | વન્યપ્રાણી તજજ્ઞોનાં કહેવા મુજબ, શિયાળામાં જેમ માનવીને વધુ ભૂખ લાગે એમ સિંહ-દિપડા જેવા પ્રાણીઓને પણ વધુ ભૂખ લાગતી હોય છે. તેમનો મારણ કરવાનો સમયગાળો દિવસોમાં ટૂંકાઇ જાય છે. તેઓનો મેટાબોલિક રેટ દિવસોમાં વધે છે.

ગિરનારમાં સિંહોની ટેરીટરી અને તેનો પ્રકાર

ગિરની બહાર રહેતા સિંહો ક્યારેય ગિરમાં આવે | ગિરનીબહાર વસતા સિંહો માલઢોરનો શિકાર કરે છે. તેને ચિત્તલનો શિકાર કેવી રીતે થાય તેની ખબર હોતી નથી. ચિત્તલ દોડીને ચલકચલાણું રમાડે એટલે તેની પાછળ રીતે દોડવું પડે. રીતે ગિરમાં વસતા અને ચિત્તલ કે સાબરનો શિકાર કરતા સિંહોને માલઢોરનો શિકાર કરવાની બહુ ખબર નથી પડતી.- ડો. સંદિપકુમાર, ડીએફઓ

ગૃપ મોટું હોય તો રોઝ-સાબરનો શિકાર કરે | જોસિંહોનું ગૃપ 10 થી 15 નું હોય તો તે ચિત્તલનો શિકાર કરે. તેને બદલે સાબર કે રોઝનો શિકારજ કરે.

No comments: