Monday, November 13, 2017

જૈવિક સંપદાને મુશ્કેલી પડે અે રીતે કરાઇ કામગીરી

DivyaBhaskar News Network | Last Modified - Oct 31, 2017, 06:45 AM IST
પુણ્યનુંભાથું બાંધી આપનાર ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચૂકયો છે.31 ઓકટોબરે ભલે વિધીવત પ્રારંભ થનાર છે...
જૈવિક સંપદાને મુશ્કેલી પડે અે રીતે કરાઇ કામગીરી
પુણ્યનુંભાથું બાંધી આપનાર ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચૂકયો છે.31 ઓકટોબરે ભલે વિધીવત પ્રારંભ થનાર છે પરંતુ અત્યારથીજ પરિક્રમાના રૂટ પર ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. પ્રકૃતિના ખોળે ખુંદવાની અને આનંદ પ્રમોદ સાથે ભોજન,ભજન અને ભકિતના આસ્વાદને માણવાની અનેરી તક એટલે ગીરનારની લીલી પરિક્રમા.આ પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે ત્યારે ભાવિકોને પીવાના પાણીની મુશ્કેલી પડે તે માટે મનપા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા હાથ ધરાઇ છે. કમિશ્નર વી.જે. રાજપુતના માર્ગ દર્શન હેઠળ વોટર વર્કસ ઇજનેર અને તેની ટીમના કર્મચારીઓએ પરિક્રમા રૂટના 32 કુવાના પાણીનું કલોરીફીકેશન કર્યું છે. ઉપરાંત પરિક્રમા પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના પાવન સાનિધ્યે આવેલ પવિત્ર મૃગી કુંડ તેમજ દામોદર કુંડમાં સ્નાન કરતા હોય છે ત્યારે કુંડના પાણીનું પણ કલોરી ફીકેશન કરવામાં આવ્યું છે.ખાસ કરીને કુંડ અને કુવામાં રહેલ જૈવિક સંપદા અેટલે કે માછલા, કાચબા જેવા અનેક જળચર જીવોને નુકસાન થાય તેની કાળજી રાખીને કલોરીફીકેશન કરવામાં આવ્યું હોવાનું અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું.

No comments: