Wednesday, January 31, 2018

જૂનાગઢ દેશ-દુનિયામાં આઇકોન બનશે, 2018નાં વર્ષમાં ગિરનાર રોપ-વે શરૂ થશે

Bhaskar News, Junagadh | Last Modified - Jan 01, 2018, 03:26 AM IST
અંબાજી સુધી ગિરનાર રોપવે બનશે ત્યારે એક કલાકમાં 800 શ્રધ્ધાળુઓ અંબાજી મંદિરે પહોંચી જશે
+1 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: રાજ્યનાં સૌથી વધારે પ્રવાસન સ્થળ જૂનાગઢમાં છે. સૌથી ઉંચો પર્વત પણ જૂનાગઢમાં છે. તેમજ જૂનાગઢ કૃષિ યુનિ.માં આંતરરાષ્ટ્રીયકક્ષાનાં સંશોધન થઇ રહ્યા છે. ત્યારે કાલથી શરૂ થઇ રહેલુ નવા વર્ષમાં જૂનાગઢ દેશ દુનિયામાં આઇકોન બની રહેશે. કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વનાં સંશોધન જૂનાગઢમાં થઇ રહ્યા છે.
રોજગારીની તક ખુલશે અને પ્રવાસનને વધુ વેગ મળશે
જૂનાગઢની આર્થિક જીવાદોરીસમાન ગિરનાર રોપવેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે 2018નાં નવા વર્ષમાં લોકોને તેનો લાભ મળશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં આવી ગિરનાર રોપ-વે શરૂ કરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે. 19 નવેમ્બર 2018નાં ગિરનાર રોપવે શરૂ થઇ જશે. હાલ ગિરનાર રોપવે રૂટ ઉપર વૃક્ષ કટીંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
1 કલાકમાં 800 શ્રદ્ધાળુઓ ગિરનાર પહોંચશે: અંબાજી સુધી ગિરનાર રોપવે બનશે ત્યારે એક કલાકમાં 800 શ્રધ્ધાળુઓ અંબાજી મંદિરે પહોંચી જશે. હાલ અંબાજીએ પહોંચતા સરેરાશ ચાર કલાકની નો સમય લાગી રહ્યો છે.
650 લોકો કામે લાગ્યા, વૃક્ષ કટીંગની કામગીરી: ગિરનાર રોપવેની કામગીરીમાં હાલ વૃક્ષ કટીંગ થઇ રહ્યું છે. હાલ હંગામી રોપવે બનાવવાની કામગીરી ચાલી રહી છે તેના માટે 650 જેટલા લોકો કામે લાગ્યા છે.
2.300 કિ.મી. લંબાઇ, 12 ટાવર, 08 વ્યક્તિ બેસી શકશે, 08 મિનીટ ઉપર પહોંચતા થશે, 800 મિટરની ઉંચાઇ સુધી લોકો જઇ શકશે, 30 ટ્રોલી, 110 કરોડનો પ્રોજેકટ, 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે

જૂનાગઢમાં સ્પોર્ટસ સંકુલની કામગીરી પુરજોશમાં

જૂનાગઢમાં સ્પોર્ટસ સંકુલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેકટ ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં પડ્યો હતો. હાલ તેની કામગીરી ઝડપી બની છે. ટેન્ડરની તારીખ મુજબ 2018નાં વર્ષમાં કામગીરી પુર્ણ થશે. જો કે હાલ અહીં મેદાન, ઓફીસ, હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

સ્પોર્ટસ સંકુલમાં શું સુવિધા હશે 

ઓલ્મિપિક સાઇઝનો સ્વીમીંગપુલ, કવર્ડ ઇન્ડોર સ્ટેડિયમ,આઉટડોર ગેમ માટે ગ્રાઉન્ડ,ટેનિસ, વોલીબોલ, બાસ્કેટ બોલ, ફુટબોલ, હોકી માટેનું કોમન મેદાન, એથ્લેટીક ટ્રેક 400 મીટરનો હશે, ખો-ખો, કબડ્ડીનું મેદાન.

16 એકરમાં સંકુલ- 3.36 કરોડનો ખર્ચ, 2018 કામગીરી પુર્ણ થશે

No comments: