Tuesday, January 30, 2018

જીંગા ફાર્મ માટે ચેરનાં વૃક્ષનું આડેધડ નિકંદન, સાવજો પણ મેંગ્રુવ્જમા કરે છે વસવાટ

Bhaskar News, Rajula | Last Modified - Jan 01, 2018, 03:41 AM IST
મેંગ્રુવ્જનુ આ જંગલ ભરતીના સમયે દરિયાના ખારા પાણીને ખેતીની જમીન સુધી આગળ વધતુ અટકાવે છે

+1 બીજી સ્લાઈડ્સ જુઓ
વિકટર: દરિયાકાંઠે વિકસેલુ મેંગ્રુવ્જનુ જંગલ અહીના પ્રાકૃતિક સંતુલનને જાળવવામા ખુબ જ ઉપયોગી છે. પરંતુ રાજુલાના વિકટર, કથીરવદર વિસ્તારમા મેંગ્રુવ્જના આ જંગલનુ નિકંદન નીકળી રહ્યું છે. અહી જીંગા ફાર્મ બનાવવા માટે ભુમાફિયાઓ દ્વારા મેંગ્રુવ્જનો સોથ બોલાવી દેવાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ જવાબદારો સામે પગલાની માંગણી કરી છે.
વિકટર અને કથીરવદરનાં ખારામાં ભુમાફિયાઓએ 15-15 ફુટ ઉંચા વૃક્ષો જેસીબીથી ઉખેડી નાખ્યા

રાજુલા પંથકમા વિકાસની આંધળી દોટમા પ્રકૃતિની ઘોર ખોદાઇ રહી છે. ભ્રષ્ટ તંત્રની મિલીભગતથી લેભાગુ તત્વો અને ભુમાફિયાઓ પ્રકૃતિની ઘોર ખોદી રહ્યાં છે. રાજુલાના વિકટર અને કથીરવદર વિસ્તારમા દરિયાકાંઠે પુષ્કળ પ્રમાણમા મેંગ્રુવ્જ છે. પરંતુ હવે આ મેંગ્રુવ્જનુ નિકંદન નીકળી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી અહી ભુમાફિયાઓ દ્વારા મેંગ્રુવ્જનો સફાયો કરવામા આવી રહ્યો છે. સુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ અહીના ખારા વિસ્તારમા પાછલા કેટલાક સમયથી મેંગ્રુવ્જનુ જંગલ દુર કરવામા આવી રહ્યું છે.

અહી જેસીબી અને હિટાચી મશીન દ્વારા આડેધડ મેંગ્રુવ્જનો સોથ બોલાવવામા આવી રહ્યો છે. ભ્રષ્ટ તંત્ર આ ગેરકાયદે પ્રવૃતિ અટકાવવાની દરકાર લઇ રહ્યું નથી. અહી રાતોરાત મેંગ્રુવ્જ દુર કરી તે સ્થળો પર દબાણ થઇ રહ્યું છે. મેંગ્રુવ્જનુ આ જંગલ અહીનુ પ્રાકૃતિક સંતુલન જાળવે છે અને દરિયાના ખારા પાણી સામે અહીની જમીનને રક્ષણ આપે છે. એટલુ જ નહી કુદરતી આપદાઓ સમયે પણ આ જંગલ કવચનુ કામ કરે છે.
ભુમાફિયાઓએ અહી જીંગા ફાર્મ બનાવવા માટે આ દબાણ કર્યુ છે. અહી રાતોરાત જીંગા ફાર્મ ખડકી દેવાયા છે. જેના કારણે આ વિસ્તારમા પ્રકૃતિને ભારે નુકશાન થઇ રહ્યું છે. જવાબદારો સામે આકરા પગલા લેવા સ્થાનિક આગેવાનોની માંગ ઉઠી છે.
કોણે કોણે કરી રજુઆત ?
મેંગ્રુવ્જના નિકંદન અંગે સ્થાનિક પર્યાવરણપ્રેમીઓ હમીરભાઇ લાખણોત્રા, અજયભાઇ શિયાળ, જાવેદભાઇ ગાહા, અલ્પેશભાઇ વાજા, રવિભાઇ રાઠોડ, નરેશભાઇ સાંખટ વિગેરે દ્વારા પગલા લેવા માટે ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ છે.
ભરતીના પાણીને રોકે છે જંગલ
અહીનુ મેંગ્રુવ્જનુ આ જંગલ ભરતીના સમયે દરિયાના ખારા પાણીને ખેતીની જમીન સુધી આગળ વધતુ અટકાવે છે. જો આ સુરક્ષા દિવાલ નહી હોય તો જમીનને વ્યાપક
નુકશાન થશે.

No comments: