Wednesday, January 31, 2018

સાસણમાં બે વનકર્મીને માર મારનાર ચાર શખ્સોની અટક

Bhaskar News, Junagadh | Last Modified - Jan 06, 2018, 04:02 AM IST
જંગલમાં ગેરકાયદે સિંહદર્શન કરવા ઘુસી જઇ બબાલ કરી હતી
જૂનાગઢ: સાસણ જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ઘુસી જઇ બે વનકર્મીને માર મારનાર ચાર શખ્સોની પોલીસે અટક કરી હતી. ગેરકાયદે જંગલમાં ઘુસેલી કારનાં ફોટા સોશ્યલ મિડીયામાં વાઈરલ થયા હતા.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર રહેતા દુષ્યંતસિંહ નિર્મળસિંહ ઝાલા, ભાવેશ અમૃતલાલ સુરેલીયા, મેંદરડાનાં માનપુરનાં ઉદય ચંદ્રકાંત ઠાકર અને રાજકોટનાં જયદિપસિંહ ક્રિપાલસિંહ ઝાલા કાર નં.જીજે-11-બીએચ- 88માં આવી સાસણ અભયારણનાં ભોંભાફોળ નાકાનાં ટુરીઝમ ઝોનમાં બીનઅધિકૃત રીતે ઘુસી જઇ સિંહ દર્શન કરતાં હોવાની વનકર્મી ધીરજલાલ પ્રાણલાલ દવેને જાણ થતાં ત્યાં જઇ તપાસ કરતાં નાકુ બંધ હોવા છતાં આ શખ્સો પ્રવેશ્યા હોય પરમીટ બાબતે પુછતાં પેટમાં પાટુ મારી ઇજા પહોંચાડી હતી.
તેમજ અન્ય વનકર્મી મુરાદભાઇને ઝાપટ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી થાણાના નાકાનો દરવાજો તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડયું હતું. આ બનાવમાં પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઇ ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટના સામે આવી હતી.

No comments: