Tuesday, January 30, 2018

વનરાજના રેલવે પાટા પર આંટા, પીપાવાવ પોર્ટ પાસે સિંહ પરિવારની લટાર

Jaydev Varu, Rajula | Last Modified - Jan 04, 2018, 01:00 AM IST
રેલ્વે ટ્રેક પર સિંહ પરિવારના આંટાફેરાથી સિંહોની સુરક્ષાને લઇને ફરીવાર ઉઠ્યા સવાલો
0:04 / 1:04
રાજુલા: રાજુલાના પીપાવાવ પોર્ટ, ભેરાઇ, રામપરા આસપાસ રેલવે ટ્રેક પર સિંહોના આકસ્મિક અનેક વખત મોતને ભેટયા હતા. ત્યાર બાદ સરકાર દ્વારા અહીં રેલવે ટ્રેક આસપાસ કરોડોનો ખર્ચ કરી તાર ફેંસીન્ગ કરી દીધું હતું. પરંતુ આ સરકારના કરોડો રૂપિયાનું પાણી થયું છે. અહીં દરરોજ સિંહ પરિવાર તાર ફેંસીન્ગ ઠેકીને રેલવે ટ્રેક પર આવે છે. તો અનેક વખત ફાટકથી સીધા અંદર ઘુસી જાય છે.
ફરી એક વખત સાવજો પર તોળાઇ રહ્યું છે જોખમ

ગત રાત્રે રામપરા પીપાવાવ પોર્ટ વચ્ચે 4 સિંહ રેલવે ટ્રેક પર આવી ચડતા વનવિભાગમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે અહીં સદનસીબે ટ્રેન માલગાડી આવતી ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તેમ છતાં વનવિભાગ હજુ એવો દાવો કરે છે. પીપાવાવ વિસ્તારમાં આવો કોઈ બનાવ બનેલ નથી. જો કે અહીંનો વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. તેમ છતાં વનવિભાગનો કક્કો સાચો રાખવો છે.
જો કે કેટલાક સ્થાનિક લોકોએ પણ આ પ્રકારની ઘટના આજે નહીં પણ અનેક વખત જોઇ છે. પરંતુ વનવિભાગ પોતાનો બચાવ કરવા માટે આ પ્રકારની ઘટના સામે આવવા દેતી નથી. બીજી તરફ આ વિસ્તારમાં 5 થી વધુ સિંહો રેલવે ટ્રેક પર કપાયા છે તેમ છતાં હજુ વનવિભાગ આવી ગંભીર ઘટનામાં ઊંઘી રહ્યું છે. અનેક સિંહપ્રેમીઓ આ પ્રકારની ઘટનાથી ચિંતિત છે. ઉચ્ચ અધિકારીઓ અહીં નાઈટમાં આવી ચેકીંગ કરે તો સાચી હકીકત બહાર આવે તેમ છે.
ત્રણ સાવજો રેલવે ટ્રેક પર હતા- આરએફઓ

હસમુખ રાઠોડ આરએફઓ પીપાવાવ આસપાસ રેલવે ટ્રેક પર આવી ઘટના સામે નથી આવી પરંતુ વડલી જાંજરડા આસપાસ રેલવે ટ્રેક પર 3 સિંહો હતા અમારા વનવિભાગના સ્ટાફે સિંહોને રેલવે ટ્રેકથી દૂર ખસેડી દીધા હતા અને અમારો સ્ટાફ સતત કામ કરે છે અને પેટ્રોલિંગ પણ હોય છે.
ગત વર્ષે શિયાળાની ઠંડીમાં સિંહો ટ્રેન હેઠળ કપાયા છતા તંત્ર દ્વારા બેદરકારી યથાવત

હાલમાં જે રીતે શિયાળો ચાલી રહ્યો છે તેમજ અગાઉ અહીં રેલવે ટ્રેક પર સિંહોના અકસ્માતમાં રેલવે ટ્રેક પર મોત થયા હતા જો કે તેમ છતાં હજુ વનવિભાગની ઘોરબેદરકારી જોવા મળી રહી છે. સરકાર દ્વારા તાર ફેંન્સીંગની યોજના જાણે નિષ્ફળ ગઇ હોય તેવુ જોવા મળી રહ્યું છે. (તસવીરો જયદેવ વરૂ)

No comments: