Wednesday, January 31, 2018

જૂનાગઢનાં યાત્રાધામોને પણ વોટર એટીએમ મળે એ માટે પ્રયાસો કરાશે

DivyaBhaskar News Network | Last Modified - Jan 16, 2018, 02:35 AM IST
ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામોમાં આવતાં લોકોને વ્યાજબી ભાવે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર એટીએમ મશીન...
જૂનાગઢનાં યાત્રાધામોને પણ વોટર એટીએમ મળે એ માટે પ્રયાસો કરાશે
ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામોમાં આવતાં લોકોને વ્યાજબી ભાવે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર એટીએમ મશીન મુકવાની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢનાં યાત્રાધામોને પણ વોટર એટીએમનો લાભ મળે તે માટે પ્રયાસો કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે આગામી દિવસોમાં રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવનાર છે. સરકાર દ્વારા યાત્રાધામોમાં આવતાં લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે વોટર એટીએમ મુકશે. આ મશીનની કિંમત 5.5 લાખ છે. જેમાંથી 70 ટકા રકમ સરકાર ભોગવશે. જ્યારે બાકી રહેતી 30 રકમ જે તે યાત્રાધામે ચુકવવી પડશે.આ મશીન દ્વારા ભાવિકોને માત્ર 2 રૂપિયા લીટરનાં ભાવે મીનરલ વોટર મળશે. આ અંગેની કામગીરી રાજ્ય સરકારે સરકાર હસ્તકનાં જ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપી છે. જૂનાગઢ ઐતિહાસીક અને ધાર્મિક નગરી છે. પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે. ત્યારે જૂનાગઢનાં યાત્રાધામોને પણ આવા વોટર એટીએમની સુવિધાનો લાભ મળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

No comments: