Wednesday, January 31, 2018

રાજકોટની કાઠિયાવાડી ઘોડીનાં પેટમાંથી કાઢાઇ 900 ગ્રામની કેન્સરની ગાંઠ

Bhaskar News, Junagadh | Last Modified - Jan 05, 2018, 03:04 AM IST
રાજકોટની કાઠિયાવાડી ઘોડીનું વેટરનરી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે
 
જૂનાગઢ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજ અને હોસ્પિટલ કાર્યરત છે. અહીં પશુઓની સારવાર કરવામાં આવે છે. રાજકોટની કાઠિયાવાડી ઘોડીનું વેટરનરી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. રાજકોટનાં શામજીભાઇ ખુંટ પોતાની નવ વર્ષની ઘોડી શેણ બીમાર હોય જૂનાગઢ વેટરનરી કોલેજમાં લઇને આવ્યાં હતાં. કાઠીયાવાડી નસલની તાજણ જાતની ઘોડીનાં પેટમાં ગાંઠ હોવાનું બહાર આવ્યાં હતું.
ઘોડીને શંકાસ્પદ કેન્સરની ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું. બાદ કુલપતિ ડો. એ.આર.પાઠક, વેટરનરી કોલેજનાં વડા ડો. પી.એચ.ટાંકનાં માર્ગદર્શનમાં ડો. જીજ્ઞેશભાઇ વડાલીયા, ડો. વૈભવસિંહ ડોડિયા, ડો. નિલેશ પાડલીયા, ડો. શ્રૃતિ વોરા,ડો.વિનીતકુમાર, ડો. આકાશ કોસીયા, ડો. કનકસીંહ ગામેતી અને ટીમે ઓપરેશન શરૂ કર્યુ હતું. બે કલાકની જહેમતનાં અંતે 900 ગ્રામની ગાંઠ બહાર કાઠવામાં સફળતા મળી હતી. આ અંગે ડો. જીજ્ઞેશભાઇ વડાલીયાએ જણાવ્યું હતું કે,ઘોડીને ઓવરીનું કેન્સર હતું.ઓપરેશન કરી 900 ગ્રામની ગાંઠ બહાર કાઢવામાં આવી છે. હાલ ઘોડી ભયમુકત છે. શામજીભાઇ ખુંટે જણાવ્યું હતું કે,હું 30 વર્ષથી અશ્વોનું સંવર્ધન કરૂ છું. આજે મારી કાઠીયાવાડી નસલની તાજણ જાતની ઘોડીનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
સફેદ અશ્વમાં ચામડીનું કેન્સર સૌથી વધુ જોવા મળે છે, 100માંથી એક જ અન્ય અશ્વમાં ચામડીનું કેન્સર હોય
ડો. જીજ્ઞેશ વડાલીયાએ જણાવ્યું હતું કે,પશુઓમાં જુદા-જુદા કેન્સર જોવા મળે છે. અશ્વોને પણ કેન્સર થાય છે. અશ્વોમાં ચામડીનું કેન્સર વધારે થાય છે. સફેદ અશ્વમાં ચામડીનું કેન્સર વધારે હોય છે. અન્ય ઘોડામાં 1 ટકામાં ચામડીનું કેન્સર જોવા મળે છે.

No comments: