Wednesday, January 31, 2018

અમેિરકાથી ખોખામાં છુપાઇ રેકૂન કંડલા પહોંચ્યું, હવે ઝુ માં આશરો


Bhaskar News, Junagadh | Last Modified - Jan 20, 2018, 02:45 AM IST
ભૂખ્યું-તરસ્યું મળી આવ્યા બાદ સત્તાવાળાઓએ સક્કરબાગ ઝૂને મોકલી આપ્યું, સારવાર આપી ક્વોરન્ટાઇનમાં રખાયું
અમેિરકાથી ખોખામાં છુપાઇ રેકૂન કંડલા પહોંચ્યું, હવે ઝુ માં આશરો
અમેિરકાથી ખોખામાં છુપાઇ રેકૂન કંડલા પહોંચ્યું, હવે ઝુ માં આશરો
જૂનાગઢ: જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતે ઉત્તર અમેરિકી પ્રાણી રેકૂન લાવવામાં આવ્યું છે. ઉત્તર અમેરિકાનાં કોઇ બંદરેથી ઉપડતા જહાજનાં એક લાકડાના ખોખામાં છૂપાઇ ગયા બાદ છેક કંડલા બંદરે તે મળી આવતાં સ્થાનિક સત્તાવાળાઓએ તેને જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતે મોકલી આપ્યું હતું આ અંગેની વિગતો આપતાં ડીએફઓ એમ. કે. વાળાએ જણાવ્યું હતું કે, આ પ્રાણીને દાંત અને નહોર અણિયાળા હોય છે. અને ઉત્તર અમેરિકામાં લોકો તેને ઘરમાં પાળતા હોય છે. તે આવ્યું ત્યારે ભૂખ્યું અને તરસ્યું હતું.
વળી તેને ડાયોરીયા પણ થઇ ગયો હતો. આથી સારવાર અને ડી વોર્મીંગ કરાયા બાદ હવે તેને અહીંના વાતાવરણને અનુકૂળ બનવા માટે ક્વોરન્ટાઇનમાં રખાયું છે. ક્વોરન્ટાઇન પિરીયડ પૂરો થયા બાદ તેને લોકોને જોવા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ પ્રાણી ફળ-ફૂલ અને ઇંડા ખાય છે. તેના માટે સક્કરબાગમાં ખાસ ખોરાકની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુંકમાં આ પ્રાણી એનિમલ એકચેંન્જ પ્રોગ્રામ હેઠળ નહીં પરંતુ અનાયાશે સક્કરબાગને મળી ગયું છે.

No comments: