Wednesday, January 31, 2018

વન વિભાગે સેંકડો વૃક્ષો રોપી ઉછેર્યા, તે નર્સરીમાં બનાવી દેવાયું ડમ્પીંગ યાર્ડ


Bhaskar News, Amreli | Last Modified - Jan 31, 2018, 12:21 AM IST
આખા ગામનો કચરો નર્સરીમાં ઠલવાય છે: વન વિભાગે સેંકડો વૃક્ષો રોપી ઉછેર કર્યો પણ હવે જાળવણીનો અભાવ: વન્યસંપદાને ભારે નુકસા
વન વિભાગે સેંકડો વૃક્ષો રોપી ઉછેર્યા, તે નર્સરીમાં બનાવી દેવાયું ડમ્પીંગ યાર્ડ
વન વિભાગે સેંકડો વૃક્ષો રોપી ઉછેર્યા, તે નર્સરીમાં બનાવી દેવાયું ડમ્પીંગ યાર્ડ
અમરેલી: ચલાલાથી એક કિ.મી દુર ખાંભા રોડ પર આવેલ નર્સરીમાં પાલિકાએ સમગ્ર ગામનો કચરો ઠાલવી અહીં પયાર્વરણનો ખુડદો બોલાવી દીધો છે. અહીં વન વિભાગ દ્વારા સેંકડો વૃક્ષો તો વવાયા પણ હવે જાળવણી કરવાના બદલે અહીં ડમ્પીંગ યાર્ડ બનાવી દેવાયું છે. જેના કારણે પુરી નર્સરીમાં પ્રદૂષણ ફેલાઇ ગયુ છે. જાણે કે નર્સરીની જાળવણી એ માટે જ કરવામાં આવી છે કે અહી હાલમાં કચરો ઠાલવી શકાય !
ચલાલા શહેરથી એક કિ.મી દુર ખાંભા રોડ પર આવેલ નર્સરીની હાલત જાણે કે કોઇ કચરા પેટી હોય તેવી છે. અહી વર્ષો પહેલા જંગલખાતા દ્વારા હજારોની સંખ્યામાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ છે. આ કારણે હાલમાં મોટા મોટા વૃક્ષો છે. આ મોટા વૃક્ષોની જાળવણી કરવાના બદલે જાણે તેનો સોથ બોલાવી દેવાનો ઉદ્દેશ હોય તેમ ત્યાં સમગ્ર શહેરનો કચરો ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે. અહીં અત્યાર સુધીમાં ટનબંધ કચરો ઠલવાઇ ગયો છે. અને સૌથી ગંભીર બાબત એ છે કે અહીં કચરો સળગાવવામાં પણ આવે છે. જેનાથી આ વૃક્ષોનો પણો નાશ થઇ રહ્યો છે.
પાલિકાના દ્વારા નર્સરીમાં ગામનો તમામ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આ કારણે નર્સરીમાં ભયંકર પ્રદૂષણ ફેલાયુ છે. જ્યા જોઇએ ત્યા કચરાના ઢગલા ઠાલવી દેવામાં આવ્યા છે. અને આખી નર્સરીમાં પ્લાસ્ટીકના કારણે વૃક્ષોમાં પ્રદૂષણ ફેલાઇ રહ્યુ છે. આટલી જાળવણીથી વૃક્ષોને ઉછેરવામાં આવ્યા છે ત્યારે આવી રીતે પ્રદૂષણ ફેલાવીને પાલિકાએ બુધ્ધી પ્રદર્શન કર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.
નર્સરી છે તેની જાણ નથી : RFO પી.યુ ખુમાણ
ધારી રેન્જના આર.એફ.ઓ પી.યુ ખુમાણ સાથે દિવ્ય ભાસ્કરે વાતચિત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ચલાલા પાસે ખાંભા રોડ પર કોઇ નર્સરી આવી જ નથી. અને આ બાબતે તેઓને કોઇ પણ જાણકારી નથી. તો વળી આ બાબતે કોણ પગલા ભરશે ? કોણ કાર્યવાહી કરશે તેની ખુદ જંગલ ખાતાના અધિકારીઓને જ જાણ નથી. જાણે કે તંત્ર લોલમ લોલ ચાલે છે. તસ્વીર-ભાસ્કર
સફાઇ કરવા સુચના અપાઇ ગઇ છે : પાલિકા પ્રમુખ
ચલાલા નગર પાલિકા પ્રમુખ જયાબેન અને તેમના પતિ મનસુખભાઇ કાથરોટીયા સાથે વાતચિત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ગામનો તમામ કચરો અહી નર્સરીમાં ઠાલવવા બાબતે જાણ થતા તુંરત જ ચિફ ઓફીસરને સુચના આપીને કચરો ઠાલવવાની ના પાડી હતી. તેમજ અહી વહેલી તકે સાફ સફાઇ કરાવાનું જણાવ્યુ હતુ. હાલમાં અમરેલી રોડ પર આવેલ વર્મી કંપોસ્ટ પ્લાન્ટમાં કચરો ઠલવાઇ રહ્યો છે.
માલીકી ન હોય પગલા ન લઇ શકાય : RFO ચાંદુ

હજી તાજેતરમાં જ ધારીથી બદલી થઇને સાવરકુંડલા ગયેલા થયેલા આર.એફ.ઓ ભરતભાઇ ચાંદુએ જણાવ્યુ હતુ કે, આ નર્સરીમાં અમારી માલીકી લાગે નહિ અને અમે કોઇ કાયદાકીય પગલા લઇ શકીએ નહિ તેમજ અહી નર્સરીમાં જે તે સમયે જંગલખાતા દ્વારા લીમડાઓના છોડનું વાવેતર કરાયુ છ. હવે આ તમામ વૃક્ષોની જાળવણી ચલાલા પાલિકામાં આવે.

No comments: