Source: Arjun Danger, Junagadh
છ દાયકા પૂર્વે સૌરાષ્ટ્રભરમાં જેના નામની ફૈફાટતી એ ભૂપત બહારવટીયાનું નામ લોકો માટે જરાય અજાણ્યું નથી પરંતુ ભૂપત અચ્છો રમતવીર અને આરઝી હકુમતનો લડવૈયો હતો. એ બાબત કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. જી હાં.. હાથમાં બંદૂક પકડ્યા પહેલા તેણે દેશી રમતોમાં અનેક ઇનામો પણ જીત્યા હતા.ભૂપત બહારવટીયા વિશે વાત માંડતા જાણીતા ઈતિહાસકાર જીતુભાઈ ધાંધલ કહે છે કે, ઉગતી લોકશાહી અને આથમતી રાજાશાહી દરમિયાન ભૂપત અને તેની ટોળીએ ૮૭ જેટલી હત્યાઓ અને રૂ. ૪ લાખથી વધુ રકમની લૂંટ ચલાવેલી. એ વખતે રૂ. બે હજારથી લઇને છેલ્લાં રૂ. ૫૦ હજારનું ભૂપતને જીવતો કે મરેલો પકડી પાડનાર માટે ઇનામ જાહેર થયેલું. અને તેમ છતાં ભૂપત અને તેની ટોળી પાકિસ્તાન તરફ નાસી જવામાં સફળ થયેલી. પાકિસ્તાન (સખ્ખર)ની જેલમાં ભૂપતને માત્ર ૧ વર્ષની જેલ થઇ. ૧૧મી માચેઁ ૧૯૫૩માં એ છુટ્યો.
જો કે, ભૂપત રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતો હતો. હા ભૂપતનું સ્વપ્ન હતું કે, હું રમતગમત ક્ષેત્રે મારા પ્રદેશનું નામ રોશન કરૂં. ૧૯૪૪માં વાઘણીયાની ટીમે અમરેલીમાં ગાયકવાડની ટીમને દેશી રમતોમાં પછડાટ આપી હતી. એ ટીમમાં ભૂપતની સાથે મારા મામા માણસિયાભાઈ ડરૈયા પણ હતા. અને ભૂપત અચ્છો રમતવીર અને આરઝી હકુમતનો લડવૈયો હતો.
ત્યારે રમતનાં સાધનોને બદલે ભૂપતનાં હાથમાં બંદૂક કોણે થમાવી દીધી ? તેના વિશે જીતુભાઈ ધાંધલ ઈતિહાસવિદ્દ પરિમલ રૂપાણીનાં સહકારથી એક ગ્રંથ તૈયાર કરી રહ્યાં છે. જે ભૂપતના અનેક અજાણ્યા પાસા રજુ કરશે.
....અને ભૂપત બન્યો અમીન યુસુફ
જીતુ ધાંધલે કહ્યું કે, પાકિસ્તાનની જેલમાંથી છુટયા બાદ ભૂપતે નવી જીંદગી શરૂ કરી. ધોરાજીનાં મેમણની એક સ્વરૂપવાન કન્યા તેની ઉપર મોહી પડયો અને આખરે એ યુવતી માટે જ ભૂપતે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને બની ગયો અમીન યુસુફ.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-bandit-robber-bhupal-was-good-player-too-1058399.html
નાળામાંથી બહાર આવી ખેતરમાં કામ કરતા આધેડને ઇજા કરી નાસી છુટ્યો
વિસાવદર તાલુકાનાં ઝાંઝેસર ગામની સીમમાંથી ગઇકાલે એક બે વર્ષનાં નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં આજે ત્યાંથી દોઢ કિલોમીરટ દૂર જાંબુડા ગામની સીમમાંથી વધુ એક બે વર્ષનાં નર દીપડાનો મૃતદેહ મળી આવતાં ચકચાર વ્યાપી હતી. ગઇકાલે મળેલા દીપડાનાં મૃતદેહનું પીએમ કરાતા તેનું ફૂડ પોઇઝનથી મોત થયાનું બહાર આવ્યું હતું. જ્યારે આજે મળેલા દીપડાનાં મોત અંગેનું કારણ જાણવા વનતંત્રએ પીએમમાં ખસેડ્યો હતો.
ધારી તાલુકાના ગઢિયા ગામની સીમમાં માલધારી યુવાન ઘેટાં બકરાં ચરાવતો હતો ત્યારે અચાનક ત્રાટકેલાં એક સાવજે ત્રણ બકરા અને બે ઘેંટા મળી કુલ પાંચ પશુનું મારણ કર્યું હતું. આ વિસ્તારમાં સાવજનો કાયમી ત્રાસ હોય માલધારીઓ પરેશાન થઇ ચૂક્યા છે.
ભાવનગર જિલ્લામાં વલભીપુર તાલુકામાં આવેલા રાષ્ટ્રીયસ્તરે ખ્યાત કાળિયારોના સમૂહ વસવાટ માટે જાણીતા વેળાવદર અભ્યારણ્યની ચાલુ વર્ષ દરમિયાન ૪૦૦૦ થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જોકે, આ વર્ષે ઉધાનની આવક વધી હતી તેમ છતાં ગયા વર્ષની સરખામણીએ પ્રવાસીઓની સંખ્યામાં ૪૦૦ જેટલો ઘટાડો થયો છે.
આગામી ૧૫ જુનથી સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થતો હોવાથી ગીરમાં ૧૬ જુનથી વનરાજો વેકેશન પર જાય છે. તા.૧૬ જુનથી ૧૫ ઓકટોબર સુધી ગીર અભ્યારણ્ય તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે.
અજાણ્યા વાહનચાલકને પકડી લેવા સઘન કોમ્બિંગ કરાયું
બન્ને ઘાયલ ડાલમથ્થાનાં લોકેશન મેળવવા હડાળા નેસમાં વનતંત્રની દોડધામ

માંગરોળ-માણાવદર-જૂનાગઢ-ઊના-તાલાલામાં ૧ થી ૫ મીમી વરસાદ નોંધાયોઅરબી સમુદ્રમાં ઉદભવેલા ફેટ વાવાઝોડાંની પ્રણાલિની અસરરૂપે આજે બપોરે જૂનાગઢ જિલ્લામાં ભારે વંટોળિયા સાથે ઠેરઠેર વરસાદી છાંટા પડ્યા હતા. જોકે, પવન પડી જતાં વરસાદ પણ થંભી ગયો હતો. જિલ્લાનાં માર્ગો પર ભારે પવનને પગલે ઝાડ પડી જવાનાં બનાવો પણ બન્યા હતા.
ધારીના જંગલ ખાતાના કર્મચારીઓએ આજે દલખાણિયા રેન્જમાં કાંગસા ગામેથી એક બંગાળી શખ્સને ઘુવડ સાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ ઘુવડને બંદી બનાવી તાંત્રિકવિધિ માટે લઈ જતો હોવાની શંકાથી તેની ધરપકડ કરાઈ હતી. ઘુવડને હવે જંગલમાં મુક્ત કરી દેવાશે.
સીદી યુવાનોના હેરતભર્યા દાવો જોઇ બિગબી પ્રભાવિત થયાખુશ્બુ ગુજરાતી નામની એડ ફિલ્મનાં શુટિંગ માટે સાસણ આવેલા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જંગલ સૃષ્ટિ નિહાળવા સાથે સિંહો સાથે કરેલા શુટિંગથી ભારે રોમાંચીત બન્યા હોય, જંગલની મુલકાતે આવતા પ્રવાસીઓને સિંહ સિવાય મોજ માણવા જેવા આદિવાસી ધમાલ નૃત્ય પણ હોય છે. આદિવાસી યુવાનો ડાન્સ કરી ટીમના સભ્યોનાં હેરતભર્યા દાવ જોઇ પ્રભાવિત બની બોલી ઉઠયા હતા કે વેરીગુડ ડાન્સ..
