Thursday, June 3, 2010

બિગ-બી પાસેથી સિંહોનું ટોળું પસાર થઈ ગયું.

Jitendra Mandavia / Arjun Dangar / Anirudh Nikum,
First Published 00:24 AM [IST](03/06/2010)
Last Updated 3:27 AM [IST](03/06/2010)
૨૦ મીટર દૂર સિંહ પાણી પીતા હોય તેવું શુટિંગ કરાયું

group of lions passed from the close distance from big bહિન્દી ફિલ્મોનાં બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચને બુધવારે વ્હેલી સવારથી જંગલમાં જઇ સિંહો સાથે શુટિંગ કર્યું હતું. સવારે તેમણે એક સાથે ૯ સિંહો સાથે શુટિંગ કર્યું હતું.

બીગ બી ને લઇને વનવિભાગ અને શુટિંગનું આખું યુનિટ સવારે ૬ વાગ્યે કમલેશ્વર ડેમ સાઇટે પહોંચી ગયું હતું. જોકે, ત્યાં તેમને એક જ સિંહ જોવા મળ્યો હતો. આ સ્થળે આવી પહોંચ્યા બાદ કારમાંથી બહાર નીકળતી વખતે તેમણે હળવા મુડમાં એવી ટકોર કરી હતી કે, ‘‘ દેખના મેરી એન્ટ્રી હોને સે હી યે સબ શેર ભાગ જાયેંગે’’.

કમલેશ્વર ડેમ ખાતે તેમણે કુદરતી સૌંદર્યની સાથે સૂર્યોદય પણ નીહાળ્યો હતો. સવારનાં જંગલમાં પક્ષીઓનો કલરવ સાંભળી તેઓ પ્રફૂલ્લિત થઇ ઉઠ્યા હતા. જ્યાં તેમણે ૨ નર, ૨ માદા, ૨ પાઠડા અને ૩ નાના બચ્ચાં એમ એકી સાથે કુલ ૯ સિંહો જોતાં આનંદિત થઇ ગયા હતા. તેમાંયે સિંહો ગેલ ગમ્મત કરતા તેમની અત્યંત નજીક જઇ પહોંચ્યા ત્યારે બીગ બી નાં ચહેરા પર રોમાંચ જોવા મળ્યો હતો. એ સ્થળે તેમણે એક ટુરિસ્ટ તરીકે સિંહ પરિવારને જોવાનો કેવો આનંદ આવે છે એ વ્યક્ત કરતી એડ ફિલ્મનું શુટિંગ કર્યું હતું.

એ વખતે તેમનાં શબ્દો હતા, ‘‘યે વાઇલ્ડ લાઇફ કી તો દુનિયા હી કુછ ઔર હૈ’’.

અહીં અમિતાભ પોતાનાં સાઇબર શોટ કેમેરા વડે સિંહોની ફોટોગ્રાફી કરતા હોય તેવા દ્રશ્યોનું ફિલ્માંકન થયું હતું. શુટિંગ વખતે ત્યાં માત્ર અમિતાભ, એક કેમેરામેન અને જીપ્સીનાં ડ્રાઇવરને જ તેમની પાસે જવાની પરમીશન અપાઇ હતી. શુટિંગ પત્યા બાદ બીગ બી જીપ્સીમાં બેઠા હતા ત્યારે સિંહોનું ટોળું પાણી પી તેમની જીપ્સીની અત્યંત નજીકથી ફરતે આંટો મારી પસાર થયું. એ વખતે તેઓ બોલ્યા ક્યા ખુબસુરત નજારા હૈ.

શુટિંગ બાદ તેમણે અધિકારીઓ સાથે સિંહોની જાળવણીમાં સ્થાનિક પ્રજાનો રોલ શું છે તેની વીગતો મેળવી હતી. અધિકારીઓએ કહ્યું અહીંનાં લોકો સિંહને ભગવાન માને છે. અમિતાભે એ વખતે ગીરનાં લોકોનાં વખાણ કર્યા હતા. સાંજે હિરણ નદી પાસેનાં વિસ્તારનાં લોકેશનો પર શુટિંગ કરાયું હતું.

બિગ બી ને જોવા અઢી કિ.મી. લાંબી ભીડ

અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે આજે સાસણમાં અઢી કિ.મી. લાંબા માર્ગ પર લોકોની કતારો લાગી ગઇ હતી. લોકો બપોરે ૩ વાગ્યાથી લઇ સાંજે ૭ વાગ્યા સુધી ઊભા રહ્યા હતા.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-group-of-lions-passed-from-the-close-distance-from-big-b-1023740.html

No comments: