Thursday, June 3, 2010

આવતીકાલે બીગબીની ધમાલ.

Thursday, Jun 3rd, 2010, 3:16 am [IST]

Bhaskar News, Junagadh
બીગ બી આવતીકાલે બપોરે ધમાલનૃત્યમાં ભાગ લેશે. કમલેશ્વર ડેમ સાઇટ ખાતે પણ સવારનાં સમયે વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓનું શુટિંગ કરાશે. આવતીકાલે કમલેશ્વર ડેમ સાઇટ પાસે રૂટ નં. ૬ ઉપર પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ સાથે શુટિંગ કરનાર છે. અમિતાભ બચ્ચન બપોરે કમલેશ્વર ડેમ સાઇટ ખાતે જ ધમાલ નૃત્યનું શુટિંગ કરશે. તેઓ જાતે તેમાં ભાગ લેશે. ધમાલનાં લીડર ઇમરાન ચોટીયારાને બપોરે બે વાગ્યે ડેમ સાઇટ પાસે તૈયાર રહેવાની સુચનાઓ અપાઇ છે.

ખુશ્બુ ગુજરાત કી એડ ફિલ્મ મુખ્યત્વે બહારનાં રાજ્યોનાં લોકોને અને વિદેશીઓને આકર્ષવા માટે તૈયાર થઇ રહી છે. એટલે તેમાં અમિતાભનાં ડાયલોગ હિન્દી અને ઈંગ્લીશમાં રહે છે. આજે સવારે તેઓ ગીરનાર પર્વત અને જંગલની માહિતી આપતા સંવાદો શુટિંગમાં બોલ્યા હતા. એ શોટ ૨ થી ૩ મીનીટનો રહ્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/2010/06/03/SAU-big-b-will-dance-for-shooting-on-tomorow-1025328.html

No comments: