Thursday, June 3, 2010

યહાં કુછ ફેંકના મત, જંગલ ખરાબ મત કરના.

Arjun Dangar / Anirudh Nakum, Sasan
ગીરનાં જંગલમાં બીગ બી પર્યાવરણ પ્રેમીને છાજે એ રીતની રીતભાત અપનાવી રહ્યા છે. જંગલમાં શુટિંગ વખતે પોતાની મેકઅપ મેનની ટીમનાં એક સભ્યનાં ખીસ્સામાંથી એકાદ બે વસ્તુ બે થી ત્રણ વખત નીચે પડી જતાં બીગ બીનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું. એ વખતે બીગ બી એ ટકોર કરી યહાં કુછ ફેંકના મત. જંગલ ખરાબ મત કરના.

જાણવા મળ્યા મુજબ, શુટિંગમાં તેમનો ક્યાંય પણ રીટેક થયો નથી. બીગ બીની સતત નબળી તબિયતને લીધે તેમની સારસંભાળ તેમનો અત્યંત વિશ્વાસુ શંકર નામનો ૨૭ વર્ષીય યુવાન લે છે.

છેક નાની વયથીજ તેમની સાથે રહેતા અને પડછાયાની માફક રહેતા શંકરે શુટિંગ વખતે વેનીટી વાન સહિતનાં વાહનો ચેક કરવાનાં રહે છે. બીગ બી નાં સવારથી લઇ દિવસભરનાં નિત્યક્રમ વિશેનું તે ધ્યાન રાખે છે. તેને પાણી જોઇએ કે ચા-બિસ્કિટ કે પછી જમવાનું, તમામ બાબતોનો ખ્યાલ શંકર જ રાખે. તે કહે છે, બચ્ચન મોટી પર્સનાલિટી હોવા છતાં ખુબ જ વિનમ્ર છે. અને એકદમ સાદગીભર્યું જીવન જીવે છે. પહેલેથી જ તેઓ બહુ જ ઓછું બોલે છે. જોકે, હવે શુટિંગ વખતે તેઓ ક્યાંક હસી મજાક કરી લે છે ખરા.

બીગબી જંગલમાં પોતાની સાદગી અને વિનમ્રતાનો વન વિભાગ તેમજ પોલીસ સ્ટાફને પરિચય કરાવવા સાથે એક પર્યાવરણપ્રેમીની ભૂમિકા પણ કદાચ બ્રાન્ડ એમ્બેસેડરના ભાગ રૂપે ભજવી રહ્યાં છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/06/03/SAU-dont-thrwo-any-waste-in-jungle-says-amitabh-bachchan-to-staff-1025324.html

No comments: