Saturday, January 7, 2012

માળિયા નજીક સિંહે નિંદ્રાધીન વૃદ્ધાને કર્યા ઘાયલ.


Source: Bhaskar News, Junagadh-Maliya   |   Last Updated 12:43 AM [IST](03/01/2012)
માળીયા હાટીનાનાં પાણકવા ગામે ગત રાત્રિનાં સમયે સિંહે ઓશરીમાં નિંદ્રાધીન વૃદ્ધાને ઘાયલ કરી દેતાં તેને જૂનાગઢની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે.
આ બનાવની પ્રાપ્તવિગત મુજબ બાબરા વીડીની નજીક આવેલા માળીયા હાટીનાનાં પાણકવા ગામે રહેતા જાનીબેન વાસાભાઇ પટાટ (ઉ.વ.૬૫) નામનાં વૃદ્ધા ગત રાત્રિનાં પોતાના મકાનની ઓશરીમાં મીઠી નિંદર લઇ રહ્યા હતા ત્યારે અચાનક સિંહે આવી ચઢી તેમનાં પર હુમલો કરી દેતાં રાડારાડી કરી મુકતાં ઘરના અન્ય સભ્યો જાગી ગયા હતા અને હોહા દેકારો કરી મુકતા સિંહ નાસી ગયો હતો. સિંહનાં હુમલાથી ગંભીર રીતે ઘવાયેલા જાનીબેનને જૂનાગઢની ખાનગી હોસિંપટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
માનવ હુમલાનાં આ બનાવથી ગામમાં ગભરાટની લાગણી છવાઇ જવા પામી છે. પાણકવાની સીમમાં આશરે રપ સિંહોનો વસવાટ હોવાનું ગામ લોકો કરી રહ્યા છે. ૧લી જાન્યુ.નાં નવા વર્ષની રાત્રિનાં સિંહે ગાયનું મારણ કર્યું હતું. આ અંગે વનવિભાગનાં અધિકારી વંશ તથા પરસાણાને જાણ કરવા છતાં કોઇ પગલા લેવામાં આવતા ન હોવાનું ગામનાં હરદાસભાઇએ જણાવ્યું હતું.
ગુંદરણમાં દીપડાએ બાળકને ફાડી ખાધો -
તાલાલાનાં ગુંદરણ ગામે ગત શનિવારનાં શ્રમજીવી પરિવારનાં સાત વર્ષનાં બાળક કિસનને દીપડાએ ઉઠાવી જઇ ફાડી ખાધો હતો. આ બાળકની ત્યારબાદ ખોપડી જ મળી આવી હતી. મુળ સુરતનાં અને હાલ ગુંદરણ ગામે મજૂરી કામે આવેલ હતા. આ બનાવમાં પરમીલાબેન જેસીંગ દેવળીયા ગામીતે પોતાના પુત્રને દીપડાએ મોત નપિજવાનું જાહેર કરતા પોલીસ અને વન વિભાગે ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-attacked-on-sleeped-adult-near-maliya-2703889.html

No comments: