![](http://www.sandesh.com/UploadImages/amreli/News33_20120506003212766.jpg)
ધારીની નવી વસાહતમાં ભેંસોનો તબેલો ધરાવતા પશુ પાલકને ત્યાં એક કાળી ભેંસને કાળા પાડા સાથેના મેટીંગ દરમિયાન અને કુદરતી રીતે બીજદાન બાદ પણ સફેદ દુધ જેવી જાણે ઘોડાની નવજાત વછેરી સમી પાડીને જન્મ આપતા કૌતુક સર્જાયું છે. મુળ ગીરકાંઠાના તરસીંગડા ગામના વતની અને પશુપાલન અર્થે પોતાની પંદરેક ભેંસો અને ગાયો સાથેઅહીંની નવી વસાહતમાં મસ્જીદ નજીક તબેલો રાખી સ્થાયી થયેલા શંભુભાઈ લખુભાઈ મકવાણાની ભેસનું આ બીજું વેતર હોય અને કાળા કલરના પાડા સાથે કુદરતી રીતે બીજદાન ગ્રહણ કરેલી ભેસાઈ વીંયાઈ હતી જેને એકદમ સફેદ દુધ જેવી પાડીનો જન્મ થયાના ખબર લાકડીયા તારની માફક વહેતા થતાં લોકો પાડીને જોવા કૌતુકભેર ઉમટી પડયા હતા.
આ અંગે તબેલા સંચાલક શંભુભાઈએ જણાવેલ કે અમો પેઢી દર પેઢી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છીએ આજ સુધી અમારા વડવાઓએ પણ ભુરા પાડરૂ જરૂર જોયા છે પણ સાવ સફેદ દુધ જેવા વછેરી સમા ઘોળાફૂલ સમા પાડરૂ નથી જ જોયા.જયારે ગીરના અનેક માલધારીઓ પણ આ સંદર્ભે નવાઈ અનુભવી રહ્યા છે. જાણકાર પશુ ડોકટરના મતે આવા જન્મેલા પાડરૂ મોટા થઈ ભુરા રંગની ભેંસમાં પરિર્વિતત થઈ જતા હોય છે.
તસવીર : જીજ્ઞેશગીરી ગોસાઈ
No comments:
Post a Comment