Saturday, February 24, 2018

00 કિમી કરતા વધુ સ્પીડે દોડતી માલગાડી સાવજ માટે યમ સમાન

Dilip Raval, Amreli | Last Modified - Feb 04, 2018, 12:34 AM IST
પેસેન્જર ટ્રેનનાં ડ્રાઇવર સૌરાષ્ટ્રનાં, માલગાડીનાં પરપ્રાંતિય, નિયમ જાણતા નથી એટલે ટ્રેન નીચે સાવજનાં મોત થાય છે
00 કિમી કરતા વધુ સ્પીડે દોડતી માલગાડી સાવજ માટે યમ સમાન
00 કિમી કરતા વધુ સ્પીડે દોડતી માલગાડી સાવજ માટે યમ સમાન
અમરેલી: અમરેલી જીલ્લાના દરિયા કિનારે વિક્સી રહેલા મોટા મોટા ઉદ્યોગોના કારણે માલગાડીઓની અવરજવર વધી છે. સાવજોના ઘર સમા વિસ્તારમાંથી ધસમસતી પસાર થતી આ માલગાડીઓ સાવજ માટે જાણે સાક્ષાત કાળ બની રહી છે.અહીંથી પેસેન્જર ટ્રેનો પણ પસાર થાય છે પરંતુ દર વખતે સાવજોના મોતની ઘટના માલગાડી હડફેટે જ હોય છે. થોડા દિવસ પહેલા પેસેન્જર ટ્રેન હડફેટે સાવજના મોતની ઘટના પ્રથમ વખત સાવરકુંડલા પંથકમાં બની હતી.
ગીર જંગલ બાદ સૌથી વધુ સાવજો અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તામાં વસે છે. જ્યાંથી દરરોજ કાળમુખી માલગાડીઓ ધસમસતી પસાર થાય છે તે વિસ્તારમાં સિંહોની સૌથી વધુ વસતિ છે. પીપાવાવ પોર્ટ હાલમાં પુરજોશમાં ધમધમી રહ્યું છે. જયાંથી માલગાડી ભરાય છે તે રેલ ગાર્ડ આસપાસ જ સાવજોના કાયમી ડેરા હોય છે. ત્યાંથી માલગાડી ઉપડી જયાંથી પસાર થાય છે તે ભેરાઇ, રામપરા, રાજુલા બર્બટાણાથી લઇને છે ક સાવરકુંડલા અને લીલીયા સુધીના રૂટમાં દરેક જગ્યાએ સાવજનો વસવાટ છે.
તો બીજી તરફ પેસેન્જર ટ્રેન મહુવાથી રાજુલા કુંડલા થઇને દોડે છે. તે પણ સિંહોના ઘરમાંથી પસાર થાય છે. અમરેલી ચલાલા ધારી થઇને જુનાગઢ કે વેરાવળ તરફ જતી ટ્રેનો પણ સાવજના વિસ્તાર અને જંગલમાં થઇને ચાલે છે. પરંતુ ધીમી ગતિએ ચાલતી આ ટ્રેનોના ડ્રાઇવર પણ અહીંના જ હોય સાવજોનું ધ્યાન રાખે છે. આવુ માલગાડીની બાબતમાં નથી.
છેલ્લા પાંચ વર્ષમાં કયાં અને ક્યારે થયા હતાં સાવજોના મોત
--ભેરાઇ નજીક માલગાડી હડફેટે બે સિંહણ કપાઇ-એક સિંહણના ગર્ભમાં ત્રણ બચ્ચા હતાં.
-રામપરા-ઉચૈયા વચ્ચે માલગાડી હડફેટે ગર્ભવતિ સિંહણનું મોત
-રામપરા ફાટક નજીક માલગાડી હડફેટે સિંહબાળનું મોત
-વડલી નજીક માલગાડી હડફેટે સિંહનું મોત
-ભમ્મર નજીક માલગાડી હડફેટે સિંહબાળનું મોત
-બાઢડા નજીક માલગાડી હડફેટે સિંહનું મોત
-છેલ્લે અમૃતવેલ નજીક પેસેન્જર ટ્રેન હડફેટે સિંહબાળનું મોત
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-equal-to-yam-for-goods-train-running-more-than-00-km-gujarati-news-5805274-NOR.html

No comments: