Wednesday, October 31, 2018

જામવાળામાં વેક્સીન અપાયા બાદ દલખાણીયા રેન્જનાં 23 સિંહોને દેવળીયા પાર્ક ખાતે ખસેડાયા

Divyabhaskar.com | Updated - Oct 13, 2018, 02:00 AM

વેટરનરી તબીબોની ટીમે આ સિંહોનું સતત અવલોકન તેમજ પરિક્ષણ કર્યું હતું. આ સિંહોને અદ્યતન સારવાર સાથે ભવિષ્યમાં કોઇ જીવલેણ રોગનો શિકાર ન બને તે માટે અમેરીકાથી વેક્સીન મંગાવાઇ છે. આ સિંહોને વેક્સીન અપાયા બાદ પરિક્ષણ કરી તેઓને ભયમુક્ત જાહેર કર્યા હતા. હવે તેઓને વાતાવરણમાં ફેરફાર માટે જામવાળાથી દેવળિયા પાર્ક લઇ જવાયા છે.

25 સપ્ટે. થી જામવાળા એનિમલકેર સેન્ટરમાં ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ 23 સિંહોને 5 દિવસ પહેલાંજ અમેરીકાથી મંગાવવામાં આવેલી વેક્સીન અપાઇ છે. ત્યારબાદ આ તમામ સિંહો પર વેટરનરી તબીબોની ટીમે પરિક્ષણ કર્યું હતું. જેના આધારે તમામ સિંહોને વનવિભાગ દ્વારા ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને હવે તેઓને સફળ સારવાર અપાયા બાદ આજે 23 સિંહોને જામવાળા એનિમલકેર સેન્ટરમાંથી સાસણ દેવળીયા પાર્ક ખાતે અલગ વાતાવરણ માટે ખસેડવામાં આવ્યા હતા. આ તમામ સિંહોને હાલ નવા વાતાવરણમાં કોઇ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ સતત અવલોકન કરવામાં આવશે.

જ્યારે જશાધાર એનિમલકેર સેન્ટરમાં 7 માદા સારવારમાં આવી હતી. જેમાં બે સિંહણનાં મોત થયા હતા. હાલ 5 સિંહણ હજુ પણ જશાધાર એનિમલકેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. આ સિંહણો પણ ભયમુક્ત હોય છે. પરંતુ હજુ તેનું સતત અવલોકન ચાલી રહ્યું છે.

અત્રે નોંધનીય બની રહેશે કે, અમરેલી જિલ્લાનાં દલખાણીયા રેન્જમાં એક પછી એક 23 સાવજોનાં મોત નિપજતા વન્યપ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ પ્રસરી ગયો હતો. બીજી તરફ વનવિભાગની બેદરકારી પણ સામે આવી હતી. અંતે સરકારે પગલા લેવાનાં શરૂ કર્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020043-2960288-NOR.html

No comments: