Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 02:01 AM
રામધૂન સાથે રેલી કાઢી વનવિભાગની દિવાલ નજીક ફોટો મૂકી મંત્રોચ્ચાર અને કુરાનની આયાતો પઢી

આ કાર્યક્રમનું આયોજન વેરાવળનાં જાગૃત પ્રકૃતિપ્રેમી રજાકભાઇ બ્લોચ દ્વારા કરાયું હતું. 23 સાવજોના મોતના આત્માની શાંતી માટે અહીં આ સર્વધર્મ કાર્યક્રમ રખાયો હતો. જ્યાં હિન્દુ વિધી પ્રમાણે હવન કરવાનો હતો. અને મુસ્લિમ વિધી મુજબ કુરાનની આયાતો પણ પઢવાની હતી. આ અંગે વનવિભાગને લેખીતમાં જાણ પણ કરવામાં આવી હતી. સાસણમાં સિંહ સદન નજીક પ્રકૃતિ પ્રેમીઓએ મંડપ પણ નાખી દીધો હતો. પરંતુ વનવિભાગે આવા કામમાં સહકાર આપવાને બદલે અહીંથી મંડપ દુર કરાવી કાર્યક્રમને અટકાવી દીધો હતો.
જોકે પ્રકૃતિપ્રેમીઓએ સિંહના ફોટા સાથે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાની આગેવાનીમાં રામધુન સાથે જાહેર માર્ગો પર રેલી કાઢી હતી. અને વનવિભાગની દિવાલ નજીક સિંહનો ફોટો મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને કુરાનની આયાત પણ પઢી હતી. અહીં ધારાસભ્ય ભગાભાઇ બારડ, ભીખુભાઇ બાટાવાળા, અફઝલ પટ્ટણી, ધર્મેશ જેઠવા, સુરેશ મકવાણા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020112-2902763-NOR.html
No comments:
Post a Comment