Divyabhaskar.com | Updated - Oct 24, 2018, 11:30 PM
બે દિવસ પહેલા સિંહનાં મોંમાથી લાળ પડતી હોઇ કેનાઇન ડીસ્ટેમ્પરની શંકા

બધા સાવજોએ સાથે ખાધંુ હતુ મારણ
વનવિભાગનો દાવો: સિંહને પાયરેસીયાની બિમારી છે
દલખાણીયા રેંજમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયા બાદ 23 સાવજોના મોતની ઘટના પછી આજે સાવરકુંડલા તાલુકાના બગોયા આંબરડીની સીમમા ધાતરવડી નદીના કાંઠે બાવળની કાટમા એક સિંહ બિમાર હાલતમા હોવાની વનતંત્રને સ્થાનિક લોકોએ જાણકારી આપતા તંત્રમા દોડધામ મચી ગઇ હતી. દલખાણીયાના સાવજોની જેમ આ સાવજને પણ મોઢામાથી લાળ પડતી હતી. જેને પગલે વનવિભાગની રેસ્કયુ ટીમે તાબડતોબ આ સિંહને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી દીધો હતો. જો કે આ સાવજમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી પ્રભાવિત સાવજો જેવા અન્ય કોઇ લક્ષણો જોવા મળ્યાં ન હતા તેમ વનવિભાગે જણાવ્યું હતુ. અહીથી ઝડપાયેલા સાવજને એક પ્રકારના તાવ પાયરેસીયાની બિમારી હોય જરૂરી સારવાર શરૂ કરી દેવાઇ હતી.
આ વિસ્તારમા 11 સાવજોનુ એક ગૃપ વસવાટ કરે છે. આ સાવજો દ્વારા આસપાસના વિસ્તારમા છેલ્લા એક સપ્તાહ દરમિયાન પાંચ મારણ કરવામા આવ્યા હતા. તમામ સાવજોએ સાથે જ મારણ ખાધુ હતુ. જો કે અહી માત્ર એક જ સાવજ બિમાર જોવા મળ્યો હતો. આજે આ સાવજની સાથે જ અન્ય બે સાવજો બાવળની કાટમા બેઠા હતા પરંતુ આ બંને સાવજો તંદુરસ્ત જણાતા તેમને પાંજરે પુરાયા ન હતા. વનવિભાગને આ બિમાર સાવજ છેલ્લા બે દિવસથી એક જ જગ્યાએ બેઠો હોવાની જાણકારી મળી હતી.
ચાર રેંજમા અવરજવર રહે છે આ સિંહ ગૃપની
11 સાવજોનુ આ ગૃપની ટેરેટરી જુદીજુદી ચાર રેંજમા ફેલાયેલી છે. આ સાવજો જયાં વસે છે ત્યાં સાવરકુંડલા રેંજ, મિતીયાળા રેંજ, રાજુલા રેંજ અને તુલશીશ્યામ રેંજની બોર્ડરો આવેલી છે. અને આ સાવજો ચારેય રેંજમા પોતાની ટેરેટરીમા ફરતા રહે છે.
કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ માટે હજુ સુધી નમુનાઓ નથી લેવાયા
વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી પ્રભાવિત સાવજોના મોમાથી લાળ પડવા ઉપરાંત આંખમાથી પાણી પડવુ અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જો કે આ સાવજને માત્ર લાળો પડતી હોય અને પાયરેસીયાના લક્ષણો હોય હજુ સુધી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસની ચકાસણી માટે નમુનાઓ નથી લેવાયા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-a-lion-ill-after-eating-a-dead-lion-with-11-lions-gujarati-news-5973899-NOR.html
No comments:
Post a Comment