Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 12:30 PM
ઇન્ફાઈટ કરેલા આ ગ્રુપના સિંહ કે સિંહણને કોઈ પણ પ્રકારની ઇજા પહોંચી નથી

મૃતક ત્રણ સિંહબાળ હતા ખૂંખાર
આ સિંહબાળો એક સિંહ અને ત્રણ સિંહણ સાથે ગ્રુપમાં હોવાનું પણ વનવિભાગ જણાવી રહ્યા છે
મળતી વિગત પ્રમાણે તુલસીશ્યામ રેન્જના ખાડધાર રેવન્યુ વિસ્તારમાં એક સાથે ત્રણ સિંહ બાળના મોતની ઘટના સામે આવી છે. ત્યારે વનવિભાગના જણાવ્યા પ્રમાણે આ સિંહબાળોના ઇન્ફાઈટમાં મોત થયા હતા. આ સિંહબાળો એક સિંહ અને ત્રણ સિંહણ સાથે ગ્રુપમાં હોવાનું પણ વનવિભાગ જણાવી રહ્યા છે. ત્યારે સિંહ અને સિંહણ વચ્ચે ઇન્ફાઈટ થઈ હોય ત્યારે આ 5 માસના સિંહબાળના મોત નીપજ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. 5 માસના સિંહબાળ ખૂંખાર હશે કે તેઓ સિંહ અને સિંહણની ઇન્ફાઈટમાં વચ્ચે પડ્યા હશે. જ્યારે બીજી તરફ વનવિભાગ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરી કે સ્થળેથી સિંહબાળના મૃતદેહ મળ્યા છે ત્યાં એક નીલગાયનો મૃતદેહ મળ્યો હતો અને અહીં ઇન્ફાઈટ થઈ હોવાથી જમીન પર પગના ઉઝરડાના નિશાન પણ જોવા મળી રહ્યા છે.
બે લડાઈ કરતા સિંહ કે સિંહણને ઇજા ન થઇ શકે
આ સિંહબાળના સિંહ અને સિંહણની ઇન્ફાઈટમાં મોત નીપજ્યાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે બે લડાઈ કરતા સિંહ કે સિંહણને ઇજા ન થઇ શકે. કેમ કે એક સવાલ હાલ સિંહપ્રેમીઓને સતાવી રહ્યો છે, બીજી તરફ આ સિંહબાળના મોત અંગેનું સાચું કારણ સામે આવશે કે કેમ? જ્યારે વનવિભાગે જાહેર કરી રહ્યું છે કે બંને સિંહણના હાલ લોકેશન મળી ગયા છે ત્યારે ક્યાં અને કેવી પરિસ્થિતિમાં આ સિંહણ છે તે જાહેર નથી કર્યું. બીજી તરફ જે સિંહ સાથે ઇન્ફાઈટ થઈ તે સિંહનું હજુ સુધી લોકેશન મળ્યું છે કે નહીં તે પણ વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. ત્યારે આ સિંહબાળના મોતને લઈ વનવિભાગ ઘણી બાબતો પર પડદો પાડી દીધો છે. આ પીપળવા બીટમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ બીટનો વનવિભાગનો સ્ટાફ લાયન શો કરવામાં વ્યસ્ત રહેતો હોય ત્યારે આ સિંહના ગ્રુપનું લોકેશન રાખવામાં વામળું સાબિત થયું છે તે એક વાસ્તવિકતા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-three-lion-cub-death-in-infight-at-tulsishyam-range-gujarati-news-5974008-NOR.html
No comments:
Post a Comment