Wednesday, October 31, 2018

ગીરમાં સિંહના બ્લડ સેમ્પલ લેવાના શરૂ

Divyabhaskar.com | Updated - Oct 28, 2018, 03:56 AM

દલખાણિયા રેન્જમાં સાવજોનાં મોત બાદ વનવિભાગની સાવચેતી

દલખાણીયા રેન્જમાં 12 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીમાં 23 સાવજો મોત થવાથી રાજકારણ ગરમાવાની સાથે સિંહ પ્રેમીઓમાં પણ રોષ વ્યાપ્યો હતો. અને વનવિભાગની કામગીરી પર પણ સવાલ ઉભા થયા હતાં. જોકે બાદમાં અમેરીકાથી 900 જેટલી રસીઓ મંગાવી સરકાર દ્વારા સાવજોનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરાવાઈ હતી. તે બાદ પણ નજીકના સમયમાં 3 સિંહ બાળના મૃતદેહો મળી આવ્યા હતાં. જેઓનું કુદરતી રીતે મોત થયાનું સામે આવ્યું હતું. જોકે સાવજોની સુરક્ષા અને સંરક્ષણ ને ધ્યાને લઈને વનવિભાગ સફાળું જાગ્યું છે. અને દલખાણીયા રેન્જમાં જે વાઈરસથી સિંહોના મોત નીપજ્યા હતાં તે વાઈરસથી ગીર રેન્જના સાવજો ભોગ ન બને તે માટે વનવિભાગે સાવચેતીના પગલા લેવાનું ચાલું કર્યું છે. આ અંગે સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, અમે હાલ ગીર પશ્ચિમ વિભાગમાં દરેક ગૃપ માંથી એક સિંહના બ્લડ સેમ્પલ લેવાના શરૂ કર્યા છે. અને જ્યાં સુધી અમને સંતોષ નહી થાય કે હવે કોઈ વાઈરસ જેવું કે કાંઈ છે નહી ત્યાં સુધી આ સેમ્પલીંગની કામગીરી કરવામાં આવશે. હાલ કેટલા સાવજોના સેમ્પલ લેવાશે તે અંગે કોઈ ચોક્કસ આંકડો નથી પરંતુ વનવિભાગને વાઈરસ અંગે શંકા ન લાગે ત્યારે કામગીરી રોકી દેવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035646-3078604-NOR.html

No comments: