Wednesday, October 31, 2018

ગીરપુર્વની દલખાણીયા રેંજમા વનતંત્રની ઘોર બેદરકારીના કારણે ટુંકાગાળામા એકસાથે

Divyabhaskar.com | Updated - Oct 10, 2018, 02:01 AM

ગીરપુર્વની દલખાણીયા રેંજમા વનતંત્રની ઘોર બેદરકારીના કારણે ટુંકાગાળામા એકસાથે 23 સાવજોના મોત થયાને પગલે...

ગીરપુર્વની દલખાણીયા રેંજમા વનતંત્રની ઘોર બેદરકારીના કારણે ટુંકાગાળામા એકસાથે 23 સાવજોના મોત થયાને પગલે તંત્રની બેદરકારી સામે રોષ વ્યકત કરવા અને સાવજોને શ્રધ્ધાંજલી પાઠવવા અહીના બજરંગ ગૃપ દ્વારા અપાયેલા એલાનને પગલે આજે ધારી શહેર સજ્જડ બંધ રહ્યું હતુ. જો કે એક દિવસના ઉપવાસની તંત્રએ મંજુરી ન આપતા અહીના યોગીજી ચોક ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજી વિરોધ વ્યકત કર્યો હતો. અહી લોકોએ સજ્જડ બંધ પાળી વિરોધ વ્યકત કર્યો હતો. અહી સવારથી જ લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા અને બંધના એલાનને સમર્થન આપ્યું હતુ. અહી લોકોએ એકઠા થઇ મોતને ભેટેલા 23 સિંહોના આત્માની શાંતી માટે પ્રાર્થનાઓ પણ કરી હતી.

ગીરપુર્વની દલખાણીયા અને સરસીયા વિડીમા રોગચાળો ફેલાતા એકસાથે 23 સાવજો મોતને ભેટયા હતા. સાવજોના મોતની ધારી પંથકના સિંહપ્રેમીઓને ભારે આઘાત લાગ્યો હતો. ત્યારે અહીની સેવાભાવી સંસ્થા બજરંગ ગૃપ દ્વારા સાવજોના મોતના અનુસંધાને શહેર બંધનુ એલાન આપ્યું હતુ. જેને પગલે આજે સવારથી જ તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. અહી શાકમાર્કેટથી લઇ ચાની હોટેલ તેમજ નાનામા નાના વેપારીઓ બંધમા જોડાયા હતા. અહી ડાયમંડ એસોસિએશન દ્વારા પણ ટેકો આપી હિરાના કારખાના બંધ રાખ્યા હતા. અહી બજરંગ ગૃપ દ્વારા એક દિવસ માટે ઉપવાસ કરવાની જાહેરાત પણ કરવામા આવી હતી.

જો કે વનવિભાગ દ્વારા ઉપવાસને મંજુરી આપવામા ન આવતા કાર્યક્રમ મોકુફ રખાયો હતો. અને આજે સવારના સુમારે બજરંગ ગૃપના કાર્યકરો અને વેપારીઓ અહીના યોગીજી ચોકમા એકઠા થયા હતા. અહી સાવજની ચિત્ર પ્રતિમાને ફુલહાર કરી શ્રધ્ધાંજલી પાઠવવામા આવી હતી અને તમામ 23 સાવજોના આત્માની શાંતી માટે પ્રાર્થના કરવામા આવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020104-2935870-NOR.html

No comments: