
- ઈજાઓથી તડપતો નર સિંહ આખરે સાસણ એનિમલ કેર ખાતે સારવારમાં
વિસાવદર : ગીરમાં એશિયાટીક લાયન્સ સલામત હોવાની પોકારાતી સરકારી
ગુલબાંગો વચ્ચે માત્ર એક ઘાયલ સિંહને શોધવામાં જંગલખાતાને પાંચ-પાંચ દિવસ
લાગી જતાં ગીરમાં સિંહોની સલામતી સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ખડા થયા છે.
જંગલખાતાના રેન્જર્સ, ટ્રેકર્સ સહિતનો સ્ટાફ પાંચ-પાંચ દિવસથી ઘાયલ અને જીવાતોથી કણસતા વનરાજને શોધી રહ્યા છે, પરંતુ
આખરે આ વનરાજ ગઈકાલે મોડી રાત્રીના વિસાવદર નજીક રાજપરા રાઉન્ડમાં
મૂકાયેલા પાંજરામાં કેદ થયો હતો. આ ઘાયલ નર સિંહને સારવાર માટે સાસણ એનિમલ
કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
ચારેક દિવસથી બિમાર અને ઘાયલ સિંહને શોધવા માટે વિસાવદર રેન્જનો સ્ટાફ, સાસણના ટ્રેકર્સ,રેસ્કયુ
ટીમ રાજપરા રાઉન્ડમાં તપાસ કરી રહી હતી.જેમાં ગત મોડી રાત્રીના આ સિંહ
પાંજરામાં કેદ થઈ જતા સાસણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે સાસણના
ડીસીએફ સંદીપકુમારના જણાવ્યા મુજબ આ નરસિંહને પુંઠના ભાગે, માથાના ભાગે અને અન્ય જગ્યાઓ પર ગંભીર ઈજાઓ થઈ છે. આ સિંહની ઉંમર પણ ૧૦ થી ૧ર વર્ષની હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.સંદીપકુમારે વધુુમાં જણાવ્યું હતું કે આ નર સિંહને ૧પ થી ર૦ દિવસ સાસણ રાખી સારવાર આપવામાં આવશે.૧પ-ર૦ દિવસની સારવાર આપ્યા બાદ સારૃ જણાશે તો ફરી તેને તેના વિસ્તારમાં છોડવામાં આવશે.
પાંચ દિવસની મહેનતના અંતે જીવાતોથી કણસી રહેલો સિંહ કેદ થતા વન વિભાગ અને પ્રકૃતિપ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ સિંહને એન્ટીબાયોટીક અને અન્ય દવાઓ આપી હાલ એનિમલ કેર હોસ્પિટલ સાસણ ખાતે સારવાર ચાલી રહી છે.
http://sandesh.com/article.aspx?newsid=2984776
No comments:
Post a Comment