Wednesday, February 28, 2018

સૌ પ્રથમ વખત સાઇકલથી ગિરનાર ફરતે 60 કિ.મી.ની પરિક્રમા કરાશે

DivyaBhaskar News Network | Last Modified - Feb 04, 2018, 04:45 AM IST
ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમા થાય છે. પરંતુ જૂનાગઢનાં ચાર વકીલ મિત્રોઅે ગિરનારની સાઇકલથી પરિક્રમાનું આયોજન...
સૌ પ્રથમ વખત સાઇકલથી ગિરનાર ફરતે 60 કિ.મી.ની પરિક્રમા કરાશે
ગિરનારની 36 કિમીની લીલી પરિક્રમા થાય છે. પરંતુ જૂનાગઢનાં ચાર વકીલ મિત્રોઅે ગિરનારની સાઇકલથી પરિક્રમાનું આયોજન કર્યુ છે. 11 ફેબ્રુઆરીનાં સાઇકલથી ગિરનારી પરિક્રમા થશે. આ પરિક્રમાનાં રૂટની લંબાઇ 60 કિમીની રહેેશે અને 7 કલાકમાં પૂર્ણ થશે.સૌ પ્રથમ વખત આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આસ્થા અને શ્રધ્ધા સાથે ગિરનારની પરિક્રમા કરવામાં આવે છે. દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. પર્યાવરણ બચાવો, પાણી બચાવો, ગિરનાર બચાવો તથા સાઇકલનાં ઉપયોગ અંગે લોકો જાગૃત થાય તેવા ઉદ્દેશ સાથે સૌ પ્રથમ વખત સાઇકલથી ગિરનારની પરિક્રમા થશે. જૂનાગઢનાં ચાર વકીલ મિત્રો જીતુભાઇ હિરપરા, હર્ષદભાઇ ટાંક,પારસભાઇ બાબરીયા, પારસભાઇ શીંગાળાએ મળીને સાઇકલ પરિક્રમાનું આયોજન કર્યુ છે. તા. 11 ફેબ્રુઆરીનાં સવારે 6 કલાકેથી રેલ્વે સ્ટેશન ખાતેથી સાઇકલ પરિક્રમાનો પ્રારંભ થશે. જેનો રૂટ જૂનાગઢનાં રાણપુર, છોડવડી, બિલખા, ખડિયા થઇ વૈજનાથ મંદિર કાળવા ચોકમાં પૂર્ણ થશે. અંદાજે 60 કિમીનો રૂટ રહેશે અને 7 કલાક જેવો સમય લાગશે. સાઇકલ પરિક્રમા જોડાવવા માટે મોબાઇલ નંબર 98252 20791,94277 33885, 9825594210,9898924169 પર સંપર્ક કરવાનો રહેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-044504-1045946-NOR.html

No comments: