Wednesday, February 28, 2018

આ યુવાન અભ્યાસ છોડી કરવા લાગ્યો સજીવ ખેતી, મેળવે છે મબલખ ઉત્પાદન

 Pravin karangia, Keshod | Last Modified - Feb 05, 2018, 06:52 PM IST
કેશોદના સોંદરવા ગામે યુવાન 30 વીઘામાં કરે છે સજીવ ખેતી, રાસાયણીક ખાતરનો નથી કરતો ઉપયોગ
કેશોદના યુવાને અભ્યાસ છોડી સજીવ ખેતી અપનાવી
કેશોદ: કેશોદના સોંદરવા ગામના પશુ પ્રેમની સાથે ખેતી પ્રેમ ધરાવતા 25 વર્ષીય યુવાન હરદીપસિંહ નરેન્દ્રસિંહ રાયજાદા ગ્રેજ્યુએશન કર્યા બાદ ભણતર છોડીને ૩૦ વિઘામાં દેશી ખાતરનો ઉપયોગ કરી મબલખ ઉત્પાદન અને મબલખ કમાણી મેળવે છે. આ જમીનમાં મગફળી, ઘઉં તેમજ ચણાનું વાવેતર કરવામાં આવે છે અને જાણીતા લોકોમાં પાકનું વેચાણ થઇ જતું હોય તેથી તેનું માર્કેટ કરવું પડતું નથી. કોઇ પણ પાકની ગુણવત્તા સારી હોવાનું સર્ટીફિકેટ (ગોપકા) ગુજરાત સરકારનું ગુજરાત ઓર્ગેનીક પ્રોડક્શ કંપનીનું પ્રમાણપત્ર પણ મેળવી લીધું છે. આજુબાજુની જમીનમાં દવા છંટકાવ થવાથી પોતાની જમીન ન બગડે તે માટે ટૂંક સમયમાં તેઓ અમુક પ્રકારના દવાને રોકીને પણ હવાની અવરજવર થઇ શકે તેવા વૃક્ષોનું વાવેતર કરશે. તેની પાસે 5 દેશી ગાય, 2 બળદ તેમજ 1 ઘોડી છે.
જીવામૃત દ્રાવણ (સજીવ ખાતર) બનાવવાની રીત
ગાયનું છાણ 15 કિલો
ગાયનું ગૌમુત્ર 10 લીટર
કઠોળનો લોટ 1 કીલો
ગોળ 1 કિલો
વડ-પીપળનીની નીચેની ધુળ 1 કિલો આ બધુ 6 દિવસ બેરલમાં રાખવું અને સવાર સાંજ હલાવવું. બે દિવસ પછી ઉપયોગમાં લઇ શકાય છે. 200 લીટર દ્વાવણ 1 એકરમાં પાણી સાથે પાવામાં કામ આવે છે.

દશપર્ણીય અર્ક (રોગ માટે)
ગૌ મુત્ર, આંકડાના પાન, લીમડાના પાન, કરેણના પાન, સીતાફળના પાન, બીલીના પાન, ધતુરાના પાન, કુવારપાઠું, તીખું મરચું, લસણ તેમજ ગાયની ખાટી છાશ આ દ્વાવણ 15 દિવસમાં તૈયાર થાય છે અને પાકમાં રોગ દેખાય ત્યારે 1 પંપમાં 1 લીટર નાખી શકાય છંટકાવ કરવામાં આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-young-man-do-sajiv-agriculture-in-keshod-of-junagadh-gujarati-news-5806033-PHO.html

No comments: