Wednesday, February 28, 2018

નિવૃત શિક્ષક ચકલી બચાવવા 1 હજાર માળાનું વિતરણ કરશે

Bhaskar News, Junagadh | Last Modified - Feb 20, 2018, 12:24 AM IST
છેલ્લા 10 વર્ષમાં ચકલીનાં 5000થી વધુ માળાનું વિતરણ કરી ચૂક્યાં છે
નિવૃત શિક્ષક ચકલી બચાવવા 1 હજાર માળાનું વિતરણ કરશે
નિવૃત શિક્ષક ચકલી બચાવવા 1 હજાર માળાનું વિતરણ કરશે
જૂનાગઢ: આજે નગરો અને શહેરોમાં દિવસેને દિવસે જંગલાે કપાતા જાય છે અને ક્રેાક્રીટના જંગલો બનતા જાય છે જેના કારણે અનેક પ્રકારના પક્ષીઓની જાતિ લુપ્ત થતી જાય છે ત્યારે આજે પક્ષી પ્રેમીઓ દ્વારા ચકલી બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ચકલીની સંખ્યામાં વધારો કઇ રીતે થાય તેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે જૂનાગઢના પક્ષીપ્રેમી અને નિવૃત્ત શિક્ષક કમલેશભાઇ દુલર્ભજીભાઇ ચાવડા દ્વારા ચકલી બચાવો અભિયાન પર છેલ્લા 10 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે. કમલેશભાઇ લેમીનેટની શીટમાંથી ચકલાના માળા બનાવી લોકોને વિતરણ કરે છે.
છેલ્લા 10 વર્ષમાં 5000થી વધુ ચકલીના માળાનું વિતરણ કરી ચૂક્યાં છે. કમલેશભાઇએ જણાવ્યું હતું કે હું પેગોડા સિસ્ટમ, તંબુ સિસ્ટમના આકારના માળા બનાવું છું. આ પ્રકારના માળા બનાવવા પાછળનું કારણ એ હતું કે લોકોએ ઘરમાં રાખ્યાં હોય તો તે જોવાં ગમે. લોકોમાં ચકલી પ્રત્યે જાગૃતિ આવે તે મારો મુખ્ય હેતુ છે. માળા વિતરણની સાથે લોકોને ચકલી અને તેના બચ્ચાંની માવજત કઇ રીતે કરવી અને ક્યાં પ્રકારનું ધ્યાન રાખવું તેની સમજણ પણ આપે છે.
લાંબો સમય ટકે એ માટે લેમીનેટ શીટમાંથી ચકલીના માળા બનાવવાનો વિચાર આવ્યો
પહેલાં તો મેં ખોખામાંથી 5 ચકલીના માળા બનાવ્યાં હતાં પરંતુ અેક દિવસ એવું બન્યું કે માળાે પડી ગયો અને તેમાં રહેલાં બચ્ચાં પડીને મરી ગયાં. આ જોઇને મને બહું દુ:ખ થયું ત્યારે મેં નક્કી કર્યું કે મારે એવા માળા બનાવવા છે કે જે ચકલી અને તેનાં બચ્ચાંને કોઇ નુકસાન ન થાય અને લાંબેા સમય સુધી ટકી રહે તે માટે લેમીનેટ શીટમાંથી ચકલીના માળા બનાવ્યાં અને તેનું પરીણામ પણ સારું મળ્યું.-કમલેશભાઇ ચાવડા

No comments: