Wednesday, February 28, 2018

મીનીકુંભ અને ગીરનાર સીડીનાં રિપેરીંગ માટે 20 કરોડની જોગવાઇ

DivyaBhaskar News Network | Last Modified - Feb 21, 2018, 09:50 AM IST
રાજય સરકારના વર્ષ 2018/19 નાં બજેટમાં જૂનાગઢના વિકાસના દ્વાર ખુલે તેવી અનેક યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષો...
મીનીકુંભ અને ગીરનાર સીડીનાં રિપેરીંગ માટે 20 કરોડની જોગવાઇ
રાજય સરકારના વર્ષ 2018/19 નાં બજેટમાં જૂનાગઢના વિકાસના દ્વાર ખુલે તેવી અનેક યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષો જૂની સમસ્યાના નિકાલ ઉપરાંત શહેરની શાન વધે અને આવનાર પ્રવાસીને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અનેક કામગીરી કરવા માટે નાણાંકીય જોગવાઇ કરવામાં આવી છે. ખાસ કરીને વર્ષોથી શિવરાત્રી મેળાને મિની કુંભ મેળો જાહેર કરવાની થતી માંગ સંતોષાયા બાદ કેટલી નાણાંકીય જોગવાઇ કરવામાં આવશે તેના પર સૌની મીટ હતી. આ ઉપરાંત ગિરનારની સીડીના રિપેરીંગ માટેની પણ આવશ્યકતા ઉભી થઇ હતી. જયારે શહેરની સૌથી માથાના દુ:ખાવા રૂપ સમસ્યા જોષીપરા રેલવે ફાટકની હતી. તેના પર ઓવરબ્રિઝ બનાવવાની પણ વર્ષોથી માંગ હતી જેના માટે પણ ખાસ જોગવાઇ કરવામાં આવી છે. આમ,અનેક સમસ્યાના નિકાલ માટે અને સુવિધા આપવા માટે રાજય સરકારે તત્પરતા દર્શાવતા આગામી દિવસોમાં જૂનાગઢના વિકાસના દ્વાર ખુલી જશે અને આવનાર દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા શહેરની આર્થિક સ્થિતી પણ મજબૂત બનશે.

No comments: