Wednesday, February 28, 2018

રોડના વિકાસના નામે થતું વર્ષો જૂના તોતીંગ વૃક્ષોનું નિકંદન

DivyaBhaskar News Network | Last Modified - Feb 06, 2018, 03:05 AM IST
જૂનાગઢના ખામધ્રોળ રેલવે ફાટકથી લઇને હર્ષદ નગર સુધી રોડ પહોળો બનાવવાનો છે. આ રોડના વિકાસના નામે અનેક વર્ષો જૂના...
રોડના વિકાસના નામે થતું વર્ષો જૂના તોતીંગ વૃક્ષોનું નિકંદન
રોડના વિકાસના નામે થતું વર્ષો જૂના તોતીંગ વૃક્ષોનું નિકંદન
જૂનાગઢના ખામધ્રોળ રેલવે ફાટકથી લઇને હર્ષદ નગર સુધી રોડ પહોળો બનાવવાનો છે. આ રોડના વિકાસના નામે અનેક વર્ષો જૂના તોતીંગ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ત્યારે આ વૃક્ષ કટીંગની થતી કામગીરી અટકાવી રોડ માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. મનપાના કર્મીઓ દ્વારા વર્ષો જૂના વિરાટ વૃક્ષોનું હાલ કટીંગ કરવામાં આવી રહ્યું છે. કટીંગ કર્યા બાદ આ વૃક્ષોના ટુકડાને સ્મશાને લઇ જવામાં આવશે. ખામધ્રોળ રેલ્વે ફાટકથી લઇને ફાર્મસી ફાટક સુધીમાં અનેક આવા વૃક્ષો છે જેનું કટીંગ કરવાના આવનાર છે. ખરેખર આવા વૃક્ષોની જાળવણી કરવી જોઇએ. રોડ માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ વિચારીને આ વૃક્ષ કટીંગની કામગીરી અટકાવવામાં આવે તે માટે માંગ ઉઠી છે.

No comments: