Wednesday, February 28, 2018

ઉનાના ગામડામાં સિંહ પરિવારના ધામા, દિલધડક ગાયના મારણના દ્રશ્યો

Jayesh Gondhiya, Una | Last Modified - Feb 08, 2018, 02:13 PM IST
સિંહ પરિવાર ઉનાના ગામડાના રહેણાંક વિસ્તારમાં પડ્યા પાથર્યા રહે છે
સિંહ પરિવારે રેઢિયાળ ગાયનું મારણ કર્યું
ઉના: છેલ્લા ત્રણ મહિનાથી સાસણ ગીર જેવા દ્રશ્યો ઉનાના ગામડાઓમાં જોવા મળે છે. 12થી 15 સિંહોના ધામા ઉનાના ગામડાઓમાં જોવા મળે છે. ત્યારે 5થી 6 સિંહોએ દિલધડક રીતે એક રેઢિયાર ગાયનું મારણ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ઉલ્લેખનીય છે એક તરફ પાનખર ઋતુ ચાલી રહી છે એટલે સિંહોને પૂરતો ખોરાક ન મળતો હોવાથી તે ગીર બોર્ડરના નજીકમા આવેલા ગામડાઓમાં આરામથી ખોરાક મળી રહે છે તે માટે જંગલી ભૂંડ, નીલ ગાય, રોજડા અને રેઢીયાળ ગાયોને શિકાર બનાવે છે. તેમજ સિંહોને આસપાસના ખેતરમાં પીવાનું પાણી પણ મળી રહે છે.
સિંહ પરિવાર ઉનાના ગામડાના રહેણાંક વિસ્તારમાં પડ્યા પાથર્યા રહે છે
પ્રાપ્ત વિગત મુજબ ઉનાના આમોદ્રા ગામે ગઇકાલે રાત્રે એક રેઢિયાળ ગાયનો 5થી 6 સિંહના પરિવારે શિકાર કર્યો હતો. જેમાં સિંહ પરિવાર મીજબાની માણતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ સિંહ પરિવાર ઉનાના ગામડાના રહેણાંક વિસ્તારમાં પડ્યા પાથર્યા રહે છે. સિંહ પરિવારે ગાયનું મારણ કરતા મોટી સંખ્યામાં લોકો પણ આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lion-family-attack-on-cow-and-bite-photos-of-una-village-gujarati-news-5808332-PHO.html

No comments: