Wednesday, February 28, 2018

ગિરનાર ડુંગરમાં અગિયારસની પરિક્રમાનો પ્રારંભ, હવે નહીં થાય !!

DivyaBhaskar News Network | Last Modified - Feb 27, 2018, 05:10 AM IST
જૂનાગઢમાં અખંડ ભારત સંઘ અને ઉતારા મંડળ દ્વારા માંગવામાં આવેલ ગિરનાર પરિક્રમાને આખરે મંજૂરી આપવામાં આવી હતી. જોકે...

ગિરનાર ડુંગરમાં અગિયારસની પરિક્રમાનો પ્રારંભ, હવે નહીં થાય !!
ગિરનાર ડુંગરમાં અગિયારસની પરિક્રમાનો પ્રારંભ, હવે નહીં થાય !!
જૂનાગઢમાં અખંડ ભારત સંઘ અને ઉતારા મંડળ દ્વારા માંગવામાં આવેલ ગિરનાર પરિક્રમાને આખરે મંજૂરી આપવામાં આવી હતી. જોકે વનતંત્રએ ભવિષ્યમાં આવી પરમિશન ન માંગવાની શરતે મંજૂરી આપી હતી. આમ, ગિરનાર ફરતેની પરિક્રમાનો પ્રારંભ થયો હતો પરંતુ હવે આવી પરિક્રમા નહિ થાય તેમ જાણવા મળી રહ્યું છે. અખંડ ભારત સંઘના પ્રમુખ અને ઉતારા મંડળના ટ્રસ્ટી ભાવેશભાઇ વેકરીયાએ દર મહીનાની સુદ અગિયારસે 1 -1 અને મહા શિવરાત્રીના દિવસે 1 મળી કુલ 13 પરિક્રમા કરવાની મંજૂરી માંગી હતી. જોકે વનતંત્રએ માત્ર એકજ પરિક્રમાની મંજૂરી આપી હતી. વહેલી સવારે 6 વાગ્યાના સમયે ગિરનાર મંડળના વરિષ્ઠ સંતો પૂ.તનસુખગીરી બાપુ, પૂ.શેરનાથ બાપુ વગેરેએ શ્રીફળ વધેરી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો અને આશિર્વાદ આપ્યા હતા. આ પરિક્રમામાં 40 થી વધુ લોકો જોડાયા હતા.

No comments: