મોરારીબાપુએ દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને 5 હજાર પ્રસાદીરૂપે અર્પણ કર્યા

સાવરકુંડલા: તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ ગાંધીમેળો અને પંચપર્વ
કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં ગાંધી મેળાનો અને ગાંધીમેળાની પુર્વભૂમિકા
રજૂ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમ ખાદી અને ગ્રામોદ્યોગ
કમિશન અમદાવાદના સહયોગથી ભાવનગર-અમરેલી,બોટાદ જીલ્લાનો ગાંધીમેળો સર્વમંગલ
સંકુલ થોરડીમાં યોજાયો હતો. કાર્યક્રમ પંચપર્વ રહ્યો હતો.
જેમાં પૂજ્ય બાપુના હસ્તે નવનિર્મિત નિવાસી અંધશાળાના વર્ગોનો લોકાર્પણ,
જલધારા અને પક્ષીઘરનું લોકાર્પણ અને ગાંધીમેળાના ઉદ્ઘાટન વગેરે કાર્યક્રમો
થયા હતા. મોરારીબાપુએ શાળાના દરેક બાળકોને આવતા વર્ષથી ખાદીના
યુનિફોર્મનું સૂચન જ નહીં પરંતુ બાપુ દ્વારા દરેક વિદ્યાર્થીઓને યુનિફોર્મ
અને પાંચ હજાર રૂપિયા પ્રસાદી સ્વરૂપે આપી અને રાજીપો વ્યક્ત કર્યો હતો. તસ્વીર-સૌરભ દોશી
No comments:
Post a Comment