Wednesday, February 28, 2018

ગિરનાર અરણ્ય પર 10 મહાશક્તિનાં બેસણાં

Bhaskar News, Junagadh | Last Modified - Feb 25, 2018, 01:29 AM IST
ગુજરાતમાં એકસાથે 10 મહાશક્તિનાં અહીં બેસણાં હોય એવું પૌરાણિક એકમાત્ર સ્થાન છે.

 
જૂનાગઢ: ગરવો ગઢ ગિરનાર એટલે અનેક ગેબી શક્તિઓ, દેવી-દેવતાઓ અને સ્વયં ગુરૂ દત્તાત્રેય જ્યાં રાતવાસો કરવા આવે છે એ ભૂમિ. અહીં ગિરનારની જૂની સીડીએ 350 પગથિયેથી જંગલ તરફ જટાશંકર મહાદેવ જવાનો રસ્તો ફંટાય છે. અડાબીડ જંગલમાં આવેલું આ મંદિર અતિ પ્રાચીન છે. અહીંથી ઉપર આવેલી અેક ગુફામાં સ્વામી વિવેકાનંદે સાધના કરી હતી. આપણા છ બ્રહ્માંડ પુરાણમાં જે વસ્ત્રાપથેશ્વરનો ઉલ્લેખ છે એ ક્ષેત્રનાં જટાશંકર મહાદેવ.
અહીં પાર્વતીજીને ત્રિપુરાસુંદરી તરીકે ભજવામાં અાવે છે તેની શ્રીપીઠ પણ આવેલી છે. શ્રી રાજરાજેશ્વરી તરીકે સંયુક્ત 10 મહાશક્તિ ધૃમાવતી એટલેકે પદ્માવતી, ત્રિપુર ભૈરવી, નિલ સરસ્વતી, વર્જ વૈચોચની એટલેકે છીનમસ્તા ફૂલ જોગણી, કાલી, ત્રિપુરાસુંદરી, મહાલક્ષ્મી, માતંગી, ભુવનેશ્વરી અને બગલામુખ બિરાજે છે. જટા શંકર મહાદેવ જે ગુફામાં બિરાજે છે તેની પાછળજ આ મંદિર આવેલું છે. જેનું નવનિર્માણ કરાયું છે. અહીંનાં મહંત પૂર્ણાનંદ ગુરૂ બાલાનંદ બ્રહ્મઋષિ કહે છે, ગુજરાતમાં એકસાથે 10 મહાશક્તિનાં અહીં બેસણાં હોય એવું પૌરાણિક એકમાત્ર સ્થાન છે.

No comments: