Wednesday, February 28, 2018

ગિરનાર ફરતેની 13 પૈકી પ્રથમ પરિક્રમાનો 26 ફેબ્રુઆરીએ પ્રારંભ

DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 03:50 AM IST
જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળ અને અખંડ ભારત સંઘના સંયુકત ઉપક્રમે ગિરનાર ફરતેની 13 પરિક્રમાનું આયોજન કરવામાં...
  • ગિરનાર ફરતેની 13 પૈકી પ્રથમ પરિક્રમાનો 26 ફેબ્રુઆરીએ પ્રારંભ
    જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના ઉતારા મંડળ અને અખંડ ભારત સંઘના સંયુકત ઉપક્રમે ગિરનાર ફરતેની 13 પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું તે પૈકીની પ્રથમ પરિક્રમાનો 26 ફેબ્રુઅારી 2018 ને સોમવારથી પ્રારંભ થશે. આ અંગે માહિતી આપતા અખંડ ભારત સંઘના ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે જ્ઞાતિ સમાજ ટ્રસ્ટોના સહકારથી દર વર્ષે ગિરનાર ફરતેની 13 પરિક્રમા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. દર મહિનાની સુદ અગિયારસે આ પરિક્રમા કરાશે.

    આમ બાર મહિનાની 12 અને મહાશિવરાત્રીની મહા વદ અગિયારસની 1 મળી કુલ 13 પરિક્રમા થશે જે દરેક અખાડાને 1 - 1 મળી કુલ 13 અખાડાને 13 પરિક્રમા સમર્પિત કરવામાં આવશે. પ્રથમ પરિક્રમા 26 ફેબ્રુઅારી સોમવારના રોજ સવારના 6 વાગ્યાથી કૈવલબાગ- લાલઢોરી ખાતેથી શરૂ કરવામાં આવશે જેમાં બપોરનું ભોજન માળવેલા ખાતે લઇ પરત 8 વાગ્યા સુધીમાં ભવનાથ તળેટી ખાતે પરિક્રમા સંપન્ન થશે. પરિક્રમા દરમિયાન માર્ગમાં આવતા ધાર્મિક સ્થળની મુલાકાત,સાફ સફાઇ, અપૂજ્ય મંદિરોની પૂજા કરવામાં આવશે.જૂનાગઢના દરેક નગરજનોને આ પરિક્રમામાં જોડાવા ભાવેશભાઇ વેકરીયાએ અનુરોધ કર્યો છે.

No comments: