Thursday, April 30, 2020

2 ધણખૂંટ કુવામાં ખાબક્યા : 1નું મોત, કુવો બંધ કરવા લોકોની માંગ


કુવો પારપીટ વગરનો હોવાથી વારંવાર ઢોર કુવામાં ખાબકે છે.
કુવો પારપીટ વગરનો હોવાથી વારંવાર ઢોર કુવામાં ખાબકે છે.

  • વારંવાર માલઢોર ખાબકતા હોઈ કુવો બંધ કરવા લોકોની માંગ

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 05:00 AM IST

ટીંબી. જાફરાબાદ તાબાના ટીંબી ગામે નદીની વચ્ચે આવેલ કુવામા બે ધણખુટ ખાબકતા એક ધણખુટનુ મોત થયુ હતુ. ગ્રામ પંચાયતના આ કુવામા અવારનવાર માલઢોર પડી મોતને ભેટતા હોય કુવો બંધ કરવા માંગ ઉઠી છે. કુવામા ધણખુટ ખાબકયાની આ ઘટના જાફરાબાદના ટીંબી ગામે બની હતી. અહી નદીની વચ્ચે આવેલ ગ્રામ પંચાયતના કુવામા ગટરનુ ગંદુ પાણી કાઢવામા આવ્યું છે. આ કુવામા બે ધણખુટ ખાબકયા હતા. અહીથી પસાર થતા કેટલાક લોકોને જાણ થતા એક ધણખુટને બચાવી લેવામા આવ્યો હતો. પહેલા કુવાની ફરતે નાની દીવાલ હતી જો કે હાલઆ કુવો પારાપીટ વગરનો છે. આ કુવામા અવારનવાર માલઢોર ખાબકતા હોય તેમજ ભવિષ્યમા આ કુવામા કોઈ માણસ પડી જાય તો જવાબદાર કોણ તેવા સવાલો લોકોએ ઉઠાવ્યા હતા. અને આ કુવાને તાકિદે બંધ કરી દેવામા આવે તેવી પણ માંગ ઉઠાવી હતી.
Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/in-timba-2-bulldozers-fell-into-a-well-1-killed-people-demanded-to-close-the-well-127257511.html

No comments: