Thursday, April 30, 2020

2 સાધુને ફાડી ખાનાર દીપડાને આજીવન કેદ, સક્કરબાગ ઝૂ ખાતે મોકલી અપાશે

  • વન વિભાગની 3 ટીમની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો, સક્કરબાગ ઝૂ ખાતે મોકલી અપાશે

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 06:09 AM IST

જૂનાગઢ. ભવનાથમાં 2 સાધુને ફાડી ખાનાર દીપડાને આજીવન કેદમાં રાખવામાં આવશે. હાલ આ દીપડાને સક્કરબાગ ઝૂ ખાતે મોકલી અાપવામાં આવશે. આ અંગે મળતી વિગત મુજબ 17 એપ્રિલના રોજ ગિરનારની સિડીના 200 પગથિયા સ્થિત શિતળા માતાના મંદિરના 75 વર્ષિય પૂજારી રામબાપાને દીપડાએ ફાડી ખાધા હતા. બાદમાં 25 એપ્રિલે ભવનાથ તળેટીના ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ સામેના સરકારી ડોમ પાસે ખુલ્લામાં સુતેલા 52 વર્ષિય ઓમકારગીરી મહારાજને પણ દીપડાએ ફાડી ખાધા હતા. બાદમાં નાયબ વન સંરક્ષક ડો. એસ.કે. બેરવાલ અને મદદનીશ વન સંરક્ષક જે.આર. પટેલના માર્ગદર્શનમાં વન વિભાગની 3 ટીમે શંકાસ્પદ દીપડાને પકડી પાડેલ હતો.

બાદમાં દીપડાના સ્કૈટ- સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલી બન્ને માનવ હુમલામાં દીપડાની ખરાઇ કરવામાં આવી હતી. દરમિયાન 2 સાધુને ફાડી ખાનાર ખુંખાર માનવભક્ષી અંદાજે સાતેક વર્ષની ઉંમરના દીપડાને આજીવન છોડવામાં નહી આવે જેથી તે અન્ય માનવ પર હુમલો ન કરી શકે. ખુંખાર માનવ ભક્ષી દીપડાને સક્કરબાગ ખાતે રાખવામાં આવશે.

મોટા કાજલિયાળામાં દીપડાનો આતંક

કણજા |વંથલી પંથકના કાજલીયાળા ગામે દીપડો આવી ચઢ્યો હતો અને એક વાછરડીનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યોં છે.જેથી વનવિભાગ દ્રારા પાંજરૂ મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.વંથલી તાલુકા ના મોટા કાજલીયાળા ગામે રહેતાં વિક્રમભાઈ ડાંગરના વાડામાં પશુઓ બાંધેલ હોય ત્યારે જ ગત સોમવારની રાત્રી ના દીપડો ચઢી આવ્યો હતો અને દીવાલ કૂદી વાડામાં પ્રવેશ્યો હતો અને વાછરડીનું મારણ કર્યું હતું.જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યોં છે.વનવિભાગ દ્રારા પાંજરૂ મૂકી દીપડાને પાંજરે કેદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.આ ઉપરાંત હાલ માં આ વિસ્તારમાં અનેક જગ્યાએ ઉનાળુ પાકનું પણ વાવેતર હોય જેથી રાત્રીના બદલે દિવસે વીજપુરવઠો આપવામાં આવે તેવી માંગ સાથે સરપંચ મેરામભાઈ ડાંગરે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/2-a-monk-who-tore-a-tiger-to-life-imprisonment-127257247.html

No comments: