Thursday, April 30, 2020

રાણાવાવ વાડી વિસ્તારમાંથી સવારે દીપડો પાંજરે પુરાયો,

  • 2 દિવસ પહેલાં દીપડાએ વાછરડી નું મારણ કર્યું હતું

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 05:00 AM IST

પોરબંદર. રાણાવાવમાં વિવેકાનંદ સ્કૂલ નજીક એક વાડી પાસે દીપડાએ દેખા દીધી હતી, અને 2 દિવસ પહેલા એક વાછરડી નું મારણ કરતા, વેન વિભાગે પાંજરું ગોઠવતા, દીપડો વહેલી સવારે પાંજરે પુરાયો હતો. રાણાવાવમાં વિવેકાનંદ સ્કૂલ નજીક લખમણભાઈ કેશવાલા ની વાડી માં તાજેતરમાં દીપડાએ દેખા દીધી હતી, અને 2 દિવસ પહેલા દીપડાએ એક વાછરડી નું મારણ કર્યું હતું, દીપડાએ મારણ કરતા વાડી વિસ્તારમાં ભય વ્યાપી ગયો હતો, અને આ અંગે વન વિભાગને જાણ કરતા રાણાવાવ રેન્જ ફોરેસ્ટ અધિકારી અમિત વાણીયા તથા સ્ટાફે તપાસ કરી, વાડી ખાતે દીપડાને પકડવા પાંજરુ ગોઠવ્યું હતું, આજે વહેલી સવારે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અધિકારીએ જણાવ્યું હતું કે વેટનરી તબીબ દ્વારા દીપડાની મેડિકલ તપાસ કરવામાં આવશે અને એક ચિપ ફિટ કરવામાં આવશે, ત્યારબાદ આ દીપડાને બરડા અભયારણ્ય ખાતે છોડી મુકવામાં આવશે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/in-the-morning-a-panda-cage-was-found-from-ranavav-wadi-area-127257378.html

No comments: