Thursday, April 30, 2020

બરડાના સાતવીરડા નેશના જિનપુલમાં સિંહણ પુરતો ખોરાક નથી લેતી, બચ્ચાને છૂપાવી રાખે છે

  • સિંહ બચ્ચાની આંખો બંધ હોઈ છે, આંખો ખુલતા 8 થી 10 દિવસ થશે

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 05:00 AM IST

પોરબંદર. બરડાના સાતવીરડા નેશમાં આવેલ જિનપુલ ખાતે ગત તા. 26/4 ને રવિવારે વહેલી સવારે 5 વાગ્યે સિંહણે 2 બચ્ચાને જન્મ આપ્યો હતો, બન્ને બચ્ચા તંદુરસ્ત છે, આ જિનપુલ ખાતે સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વન વિભાગ ના મુખ્ય અધિકારી દિપક પંડિયાએ સીસીટીવી કેમેરા દ્વારા સિંહણ અને તેના 2 બચ્ચાંની તસ્વીર મોકલાવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, આ સિંહણને કોઈ ખલેલ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, સિંહ બાળ 10 દિવસ બાદ પોતાની આંખો ખોલશે, લાંબા સમય સુધી બચ્ચા માતાના દૂધ પર રહે છે, હાલ સિંહણને 6 કિલો ખોરાક આપવામાં આવે છે, પરંતુ સિંહણે પૂરતો ખોરાક લેવાનું ચાલુ કર્યું નથી, સિંહણ બચ્ચાને છુપાવીને રાખે છે, સિંહણ પોતાના બચ્ચાંની સંભાળ લઈ રહી છે, સિંહણ બચ્ચાને મોઢા થી પકડી પાંજરામાં ફરે છે અને બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકે છે, બચ્ચું 1 માસનું થાય પછી જ બહાર કાઢે છે, ત્યાંસુધી  છુપાવીને રાખે છે, કોઈ પણ સ્ટાફ ત્યાં જતો નથી, સિંહણ ડિસ્ટબ થાય તો બચ્ચાને ત્યજી દે એ બીકથી વાહનો પણ દૂર રાખીને ચાલીને અધિકારી કે કર્મી જાય છે, પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. અધિકારીએ એવું જણાવ્યું હતું કે, જ્યારે સિંહણ સગર્ભા થઈ ત્યાર બાદ એવન નર સિંહને અલગ પાંજરામાં રાખવામાં આવ્યો હતો.
Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/the-lioness-does-not-get-enough-food-in-bardas-satveerda-nash-ginpool-hides-the-cub-127258969.html

No comments: