- 11 કે વી લાઈનમાં શોટ-શર્કીટથી આગ લાગી : સદનશીબે જાનહાની ટળી
દિવ્ય ભાસ્કર
Apr 12, 2020, 02:30 AM ISTપોરબંદર ,માધવપુર . પોરબંદર સોમનાથ મેન હાઇવે પર ગોરસેર ગામે નાથાભાઈ જાડેજા નામના ખેડૂતના નાળિયેરીના બગીચા પરથી પસાર થતી 11 કે વી વીજ લાઈનમાં ગત રાત્રીના સમયે શોટ-શર્કીટ થતા આગ લાગી હતી, આગ લાગતાની સાથેજ ખેડૂત નાથાભાઈ જાડેજાએ ધારાસભ્ય કાધલભાઈ જાડેજા ને ફોન કરી મદદ માંગતા કાધલભાઈ જાડેજાએ ફાયર બ્રિગેડને તાતકાલિક ગોરસર ગામે દોડાવી હતી, અને ઘટનાસ્થળે પહોંચેલી ફાઈયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી, આગને લીધે બગીચાની નાળીયેરી બળીને ખાખ થઇ જતા રૂ 6 લાખ જેવું નુકશાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું, જો કે કોઈ જાનહાની થઇ ના હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/porbandar/news/fire-burning-in-coconut-garden-in-gorsar-village-burns-70-to-75-coconuts-127150840.html

No comments:
Post a Comment