Thursday, April 30, 2020

સિંહ ગણતરી મોકૂફ,વનવિભાગે ગણતરીને લઇ તમામ તૈયારીઓ કરી લીધી હતી

  • શકય હોય તો જૂન-જુલાઇમાં ગણતરી કરવા વનતંત્રની વિચારણા : ગણતરીકારાેની સલામતી માટે તંત્રનાે નિર્ણય
  • દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી થાય છે, મે માસમાં યોજાનાર ગણતરી કોરાનાને કારણે મુલત્વી રખાઇ 

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 02:07 AM IST

લીલીયા. ગુજરાતના વાઇલ્ડ લાઇફ પ્રી-સીસીએફ શ્યામલ ટીકેદારે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમા જણાવ્યું હતુ કે આગામી મે માસમા યાેજાનાર સિંહ ગણતરી હાલની સ્થિતિને ધ્યાને લેતા મોકુફ રાખવામા આવેલ છે. આગળની સ્થિતિ જાેઇ જુન જુલાઇમા ગણતરીનુ આયોજન થઇ શકે છે. દર પાંચ વર્ષે સૌરાષ્ટ્રમા સિંહની ગણતરી કરાય છે જેમા વનવિભાગના કર્મચારીઓ તેમજ સ્વયંસેવકોની પણ મદદ લેવામા આવે છે.

વન્યપ્રાણીઓમા પણ આ રોગચાળો પ્રસરવાની ભિતી

દર વર્ષે સાવજોની વસતિ વધી રહી છે. આ વખતે પણ ગણતરીમા ખાસ્સો વધારો જોવા મળે તેવી શકયતા જોવાતી હતી. સિંહપ્રેમીઓ સાવજોની વસતિ કેટલી વધી તે જાણવા ઉત્સુક હતા. પરંતુ કમનસીબે વસતિ ગણતરી જ અટકી પડી છે. કાેરાેનાને લઇને આખી દુનિયા એક નવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. વન્યપ્રાણીઓમા પણ આ રોગચાળો પ્રસરવાની ભિતી સેવાઇ રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તંત્રની પ્રાથમિકતા હવે ગણતરીના બદલે સાવજોમા આવાે કાેઇ રાેગચાળો ન ફેલાય તે દિશામા છે.  આ ઉપરાંત ગણતરીમા માેટી સંખ્યામા લોકોને કામે લગાડવા પડતા હાેય કોરોનાને લઇને તેમની સલામતી પણ અગત્યની છે. દેશમા વર્તમાનમા કાેરાેનાની સ્થિતિ જાેતા જુન જુલાઇમા પણ આ ગણતરી યોજાશે કે કેમ તે અંગે શંકા છે.

હાલમાં તાલીમ -સેમિનાર શકય નથી : પ્રિ-સીસીએફ
સિંહ ગણતરીને આખરી ઓપ આપવા સાસણ ખાતે સ્વયંસેવકો અને અધિકારીઓ, કર્મચારીઓની મિટીંગો,તાલીમ સેમીનારો યાેજવા પડે પરંતુ હાલની સ્થિતિમા તે શકય નથી જેથી આ નિર્ણય લેવાયો છે. -પ્રિ-સીસીએફ ટીકેદાર
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/liliya/news/the-lion-count-was-postponed-127125347.html

No comments: