Thursday, April 30, 2020

ગીરમાં સિંહ બળદને ગળાના ભાગે દબોચી ખેંચી ગયો, વીડિયો વાઇરલ

  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 12:52 PM IST

ગીરસોમનાથ. ગીરમાં રસ્તા પર રઝળતા એક બળદનો સિંહે શિકાર કર્યો હતો. આ શિકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં સિંહ બળદને ગળાના ભાગેથી દબોચે છે અને જંગલ વિસ્તાર તરફ ઢસડી લઇ જાય છે. બાદમાં બળદનું મારણ કરે છે. આ દ્રશ્યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. લોકોએ હાકલા પડકારા કર્યા છતાં સિંહે બળદને છોડ્યો નહોતો. જો કે આ વીડિયો ગીર બોર્ડર નજીકનો હોવાનું અનુમાન છે. 

(જયેશ ગોંધિયા, ઉના)
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/lion-hunt-of-bull-in-gir-forest-127258066.html

No comments: