Thursday, April 30, 2020

ધારી પંથકમાં દોઢ ઇંચ વરસાદથી નુકસાન, ખેડૂતોએ કહ્યું કેરીના બગીચાનો સોંથ વળી ગયો, સરકાર રાહત પેકેજ જાહેર કરે


કેરી પકવતા ખેડૂતોના બગીચામાં આંબા પડી ગયા અને કેરીઓ ખરી પડી
કેરી પકવતા ખેડૂતોના બગીચામાં આંબા પડી ગયા અને કેરીઓ ખરી પડી

  • ભારે પવન સાથે વરસાદ પડતા કેરીના બગીચાઓમાં આંબાઓ પડી ગયા

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 10:07 AM IST

અમરેલી. 29 એપ્રિલના રોજ સૌરાષ્ટના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખાના ખરાબી સર્જાઇ છે. ત્યારે ધારી પંથકમાં એકથી દોઠ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે. ધારીના સુખપુર, ગોવિંગપુર, વીરપુર સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેરીના પાકનો સોંથ વળી ગયો છે. તેમજ જમનીનનું ધોવાણ થયું છે. સાથે વરસાદથી કેસર કેરના પાકને ખૂબ મોટુ નુકસાન પહોંચ્યું છે. કેરીઓ ખરી પડી છે તો કેટલાય બગીચામાં આંબાઓ પણ પડી ગયા છે. કમોસમી વરસાદે તારાજી સર્જી છે. આ માટે ખેડૂતોએ સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે. 

જે કંઇ હાથમાં હતું તે જતું રહ્યું: ખેડૂત

સુખપુર ગામના એક ખેડૂતે જણાવ્યું હતું કે, જે કંઇ હાથમાં હતું તે જતું રહ્યું. હવે કંઇ લેવાનું રહ્યું નથી. કેરીના બગીચાઓનું તો પૂરુ થઇ ગયું છે. બીજા ખેડૂતે જણાવ્યું હતું કે, ખેતરોમાં પાણી નીકળી ગયા તેવો વરસાદ પડ્યો હતો. આર્થિક રીતે બહુ મોટુ નુકસાન થયું છે. ઉનાળુ પાકમાં બાજરી કેરીના પાકનો સોંથ વાળી દીધો છે. સરકાર  રહેમરાહે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ છે. કોરોનાની મહામારીને કારણે ખેડૂતોના ઘરમાં ચણા, ઘઉં સહિતના પાકો પડ્યા છે. આર્થિક રીતે ખેડૂત પડી ભાંગ્યો છે.   

(જયદેવ વરૂ, અમરેલી)
Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/big-loss-to-farmers-in-saurashtra-for-rain-fall-yesterday-127260405.html

No comments: