Thursday, April 30, 2020

તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં પુખ્ત વયના સિંહનું રહસ્યમય મોત


one lion death in tulasishyam range near khanbha

  • રેવન્યુ વિસ્તારના માલિકીની વાડીમાંથી મૃતદેહ મળી આવ્યો 

દિવ્ય ભાસ્કર

Apr 28, 2020, 01:02 PM IST

ખાંભા. તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં વધુ એક પુખ્ત વયના સિંહનું મોત નીપજ્યું છે. આ  રાઉન્ડમાં આવતા નીતલી ગામાંથી વાડી વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. સિંહના મોત અંગે વન વિભાગે મૌન સેવી લીધું છે. મોટાભાગના વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહના મોત અંગે કોઇ જ ખુલાસો કરાયો નથી આથી સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સિંહના મોત અંગે રહસ્ય ઘૂંટાતું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સિંહના મૃતદેહને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સિંહના મોત અંગે જાણી શકાશે.જૂનાગઢના સીસીએફ દુષ્યંત વસાવડા  મોતનુ કારણ એટલા માટે કહી ન શકાય કેમ કે મૃતદેહ 10 દિવસ પહેલાનો લાગી રહ્યો છે. આખો મૃતદેહ કોહવાય ગયો છે 

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા) 
Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/one-lion-death-in-tulasishyam-range-near-khanbha-127255819.html

No comments: