Thursday, April 30, 2020

કમોસમી વરસાદે ભરઉનાળે કુંડલાને તરબોળ કર્યું, ભરઉનાળે નાવલીમાં પુર: ખાંભા, ધારી, બાબરા પંથકમાં પણ આંધી સાથે માવઠું


જિલ્લામાં બપોર સુધી કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થતાં સાવરકુંડલાની નાવલી નદીમાં ભરઉનાળે પુર આવ્યું હતું અને અહીં રહેતા લોકોના ઝૂપડા પડી તુટી પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.
જિલ્લામાં બપોર સુધી કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલ્ટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થતાં સાવરકુંડલાની નાવલી નદીમાં ભરઉનાળે પુર આવ્યું હતું અને અહીં રહેતા લોકોના ઝૂપડા પડી તુટી પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

  • અચાનક આંધી સાથે ત્રાટકયો વરસાદ

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 05:00 AM IST

અમરેલી. સમગ્ર અમરેલી પંથકમા બપોર સુધી ઉનાળાની કાળઝાળ ગરમી અને તાપ પડયા બાદ વાતાવરણમા અચાનક બદલાવ આવ્યો હતો. અને વિજળીના કડાકા ભડાકા અને આંધી સાથે કમોસમી વરસાદ ત્રાટકયો હતો. સાવરકુંડલામા ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડતા નાવલી નદી બે કાંઠે વહી હતી. અહી ભારે ખાનાખરાબીના દ્રશ્યો સર્જાયા હતા. નાવલી બજાર તો જાણે ખેદાન મેદાન બની હતી. અનેક વૃક્ષો, મકાનો ધરાશાયી થયા હતા. ધારી, ખાંભા, બાબરા, અમરેલી પંથકમા પણ આવો જ વરસાદ થયો હતો.
બે દિવસ પહેલા ખાંભા પંથકમા કમોસમી વરસાદ થયા બાદ આજે અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમા ભારે ખાનાખરાબી વેરતો કમોસમી વરસાદ ત્રાટકયો હતો. ખાસ કરીને સાવરકુંડલા પંથકમા કમોસમી વરસાદ તબાહી સર્જી હતી. બપોરે ત્રણેક વાગ્યાના સુમારે ઘનઘોર વરસાદી વાદળો ચડી આવ્યા હતા. વિજળીના કડાકા ભડાકા અને ધુળની આંધી સાથે અહી વરસાદ તુટી પડયો હતો. જોતજોતામા દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી જતા શહેરના તમામ માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા અને નાવલી નદીમા પણ પુર આવ્યુ હતુ. ભારે પવન સાથેની આંધીના કારણે શહેરમા ઠેરઠેર વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા હતા. હોર્ડિંગ્સ, બોર્ડ, મકાનના નળીયા, છાપરા ઉડયા હતા. કુંડલાનુ સ્મશાન પણ પડી ગયુ હતુ. ગ્રામ્ય વિસ્તારમા પણ ઠેકઠેકાણે વૃક્ષો પડવાથી રસ્તાઆ બંધ થઇ ગયા હતા. 

સૌથી વધુ નુકશાની સાવરકુંડલાની નાવલી બજારમા થઇ હતી. નદી બજારમા ભારે પવને અનેક પાલા ઉખેડી નાખ્યા હતા. કેબીનો આમથી તેમ ફંગોળી નાખી હતી. વેપારીઆનો કિમતી માલસામાન પણ પલળી ગયો હતો અને તણાયો હતો. સાવરકુંડલા માર્કેટીંગયાર્ડમા પણ મોટા પ્રમાણમા ખેત જણસો પલળી ગઇ હતી. 
ભરઉનાળે જાણે  ચોમાસુ જામ્યુ હોય તેમ નાવલી નદીમા પુર વહેતુ થયુ હતુ અને બજારોમા ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ઉનાળુ પાકને પણ વ્યાપક નુકશાન થયુ છે. આવી જ રીતે બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારમા પણ આંધી સાથે કમોસમી વરસાદ થયો હતો. ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા પવન સાથે કમોસમી વરસાદ પડતા સૌથી વધુ નુકશાન કેરીના પાકને થયુ હતુ. આવુ જ ધારી પંથકમા પણ થયુ હતુ. અહી ગ્રામ્ય વિસ્તારમા ભારે પવનના કારણે આંબાના બગીચાઆમાથી મોટા પ્રમાણમા કેરી ખરી પડી હતી. 

બાબરા-અમરેલી માર્ગ થોડીવાર બંધ: ફતેહપુર-ચાંપાથળમાં માવઠું: કુંડલામાં જણસ પલળી: નેસડીમાં પ્રવેશ દ્વારનો ઘુમ્મટ તૂટ્યો

બાબરા પંથકમા ભારે પવન સાથે કમાેસમી વરસાદ થયાે હતાે. ભીલડી ગામ નજીક બાવળનુ એક તાેતીંગ વૃક્ષ રસ્તા પર જ ધરાશાયી થયુ હતુ. જેના કારણે રસ્તાે બંધ થઇ ગયાે હતાે. થાેડા સમય માટે વાયા ભીલા થઇ વાહનાે ચાલ્યા હતા.
Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/unseasonal-rains-inundated-kundla-in-bharunal-bharunal-flooded-in-navali-khambha-dhari-mawthu-with-storm-in-babra-panth-127258855.html

No comments: