Tuesday, October 31, 2017

આંબરડી પાર્કને 9.91લાખની આવક, વેકેશનમા પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યું

Bhaskar News, Dhari | Last Modified - Oct 23, 2017, 01:43 AM IST
4 દિવસમાં સિંહદર્શન માટે 5358 પ્રવાસીઓ આવ્યા, સફાઇ પાર્ક માટે વધારાની 4 બસ મુકવી પડી, ગીરકાંઠા અને ધાર્મિક સ્થળો પર લોકો
4 દિવસમાં સિંહદર્શન માટે 5358 પ્રવાસીઓ આવ્યા, સફાઇ પાર્ક માટે વધારાની 4 બસ મુકવી પડી, ગીરકાંઠા અને ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ
+3 બીજી સ્લાઈડ્સ જુઓ
4 દિવસમાં સિંહદર્શન માટે 5358 પ્રવાસીઓ આવ્યા, સફાઇ પાર્ક માટે વધારાની 4 બસ મુકવી પડી, ગીરકાંઠા અને ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ
અમરેલી: દિપાવલી અને નવ વર્ષ પર ગીરનુ જંગલ પ્રવાસીઓથી ધમધમી ઉઠયું હતુ. તો અમરેલી જિલ્લાના અનેક ધાર્મિક અને પ્રવાસન સ્થાનો પર મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા. તો તાજેતરમા ધારી નજીક આંબરડી સફારી પાર્કને ખુલ્લુ મુકાતા અહી ચારેક દિવસમા મોટી સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડતા વનવિભાગને 9.91 લાખ જેટલી આવક થઇ હતી. તો ગીરકાંઠા નજીક આવેલા અન્ય ધાર્મિક સ્થાનો પર પણ લોકોએ દર્શન કરી નવ વર્ષની ઉજવણી કરી હતી.

ગીરનુ જંગલ અને ખાસ કરીને સિંહ દર્શન કરવા માટે લોકો હંમેશા તલપાપડ રહેતા હોય છે ત્યારે દિપાવલી અને નુતન વર્ષ પર મોટી સંખ્યામા પ્રવાસીઓ ગીર જંગલ પર પસંદગી ઉતારે છે. ઓણસાલ પણ નુતન વર્ષ નિમીતે પ્રવાસીઓ ગીર જંગલમા ઉમટી પડયા હતા અને કુદરતી નજારો માણ્યો હતો. તાજેતરમા ધારી નજીક આવેલ ખોડિયાર ડેમ નજીક આંબરડી સફારી પાર્કને ખુલ્લો મુકવામા આવ્યો છે.

દિવાળી પહેલા જ આ પાર્ક ખુલ્લો મુકવામા આવતાની સાથે જ અહી મોટી સંખ્યામા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી. અહી પ્રવાસીઓએ સિંહ દર્શનની સાથે ખોડિયાર મંદિરે દર્શનનો લ્હાવો પણ લીધો હતો. સવારથી સાંજ સુધી મોટી સંખ્યામા કાર, ટુ વ્હીલર તેમજ બસો ભરીને પ્રવાસીઓ સફારી પાર્કમા ઉમટયા હતા.તો ગીર મધ્યે આવેલ તુલશીશ્યામ ખાતે પણ પ્રવાસીઓએ દર્શનનો લ્હાવો લીધો હતો. આ ઉપરાંત મંદિરો અને આશ્રમમા પણ મોટી સંખ્યામા પ્રવાસીઓએ દર્શનનો લ્હાવો લીધો હતો.

No comments: